Rekha Fitness:67 વર્ષની ઉંમરે પણ ચહેરા પર વરશે છે નૂર, આ છે તેની ખૂબસૂરતી અને ફિટનેસનું રહસ્ય
67 વર્ષની ઉંમરમાં પણ રેખાએ બ્યુટી અને ફિટનેસમાં બોલિવૂડની આજની અભિનેત્રીઓને પણ માત આપી છે.આજે પણ તેની સુંદરતા બધાને મોહિત કરે છે. 67 વર્ષની ઉંમરે રેખા કેવી રીતે પોતાની ફિટનેસને મેઇન્ટેઇન કરે છે. જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેખાની ફિટનેસનું રહસ્ય તેનું વર્કઆઉટ છે. દરરોજ સવારે ઉઠ્યા પછી, સૌથી પહેલા તે 10 થી 15 મિનિટ સુધી કસરત અને ધ્યાન કરે છે. તે ફિટ રહેવા માટે જીમમાં જતી નથી, તેના બદલે તે ડાન્સ અને ગાર્ડનિંગ દ્વારા તેનું વર્કઆઉટ કરે છે.
રેખા સંપૂર્ણ 8 કલાકની ઊંઘ લે છે અને તેની સવાર પણ બહુ વહેલી પડે છે.રાત્રે વહેલા સૂવું અને સૂર્યોદય પહેલાં ઉઠવું એ તેની તંદુરસ્ત ત્વચા અને શરીરનું રહસ્ય છે.
ચમકતી ત્વચા માટે, રેખા આખા દિવસમાં ઓછામાં ઓછા 12 ગ્લાસ પાણી પીવે છે, જેથી તેનું શરીર અને ત્વચા હાઇડ્રેટેડ રહે તેમજ ડિટોક્સ પણ રહે.
રેખા ફાસ્ટ ફૂડ અને જંક ફૂડને અવોઇડ કરે છે. તેના આહારમાં દૂધની બનાવટો અને લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. તેને ભાત ખાવાનું પસંદ નથી, તે રોટલી ખાય છે.
રિપોર્ટ અનુસાર, તે પોતાની ત્વચાની ખૂબ કાળજી રાખે છે. સફાઇ ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ. આ સિવાય તે એરોમાથેરાપી અને સ્પા દ્વારા તેની ત્વચાને પેમ્પર કરે છે.
ખાના આહારમાં દહીં ચોક્કસપણે સામેલ કરે છે.તે ક્યારેય મોસમી ફળોને અવોઇડ નથી કરતી. .રેખા સાંજે 7:30 વાગ્યા પહેલા ડિનર કરે છે.તે પછી તેને કંઈપણ ખાવાનું ટાળે છે.
વાળની ખૂબસૂરતી માટે રેખા મધ અને દહીંનો હેર પેક બનાવે છે અને સપ્તાહમાં 4 વખત તેને વાળમાં લગાવે છે.