Bigg Boss 16: રિક્ષા ચાલકની દીકરી માન્યા સિંહ 'મિસ ઈન્ડિયા રનરઅપ' બન્યા બાદ હવે Big Bossમાં જોવા મળશે
Manya Singh In Bigg Boss 16: ટીવીના સૌથી વિવાદાસ્પદ શોમાંથી એક, 'બિગ બોસ'ની 16મી સીઝન 1 ઓક્ટોબર 2022થી શરૂ થઈ રહી છે. મોડલ માન્યા સિંહ શોમાં પ્રથમ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ હોવાનું કહેવાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાન્યા સિંહ દ્વારા હજી સુધી આની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ લેટેસ્ટ મીડિયા અહેવાલો મુજબ માન્યા પ્રથમ કંફર્મ થયેલી સ્પર્ધક છે.
માન્યાએ 'બિગ બોસ 16'ની ઓફર સ્વીકારી લીધી છે. આ વાત સાચી છે કે નહીં તે તો બાકીના શોના પ્રીમિયર દરમિયાન જ ખબર પડશે.
માન્યા સિંહ વર્ષ 2020માં ફેમિના મિસ ઈન્ડિયા રનર-અપ બની (Femina Miss India Runner-up 2021) ત્યારથી તે હેડલાઇન્સમાં છે.
માન્યા સિંહ મુળ ઉત્તર પ્રદેશની છે, અને તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. માન્યા સિંહના પિતા રિક્ષાચાલક છે.
માન્યા સિંહે મિસ ઈન્ડિયા રનર અપ બનવા સુધીની સફર પૂરી કરી છે. રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારીની સાથે તે ગરીબ બાળકોને ભણાવતી પણ હતી.
20 વર્ષીય માન્યા સિંહે ખૂબ જ નાની ઉંમરમાં સખત મહેનત કરીને ઊંચાઈને સ્પર્શી છે. તેના જુસ્સાને કારણે તે એક સફળ મોડલ બની ગઈ છે.
માન્યા સિંહ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 લાખ લોકો તેને ફોલો કરે છે.