Photos: લૉકડાઉનમાં ઘરે કસરત કરીને આ હૉટ એક્ટ્રેસે મેળવી જબરદસ્ત ફિટનેસ, તસવીરોમાં દેખાયુ ગજબનુ ટ્રાન્સફોર્મેશન
મુંબઇઃ લૉકડાઉનમાં તમામ સેલેબ્સ ઘરમાં રહેવા મજબૂર છે. આ ખાલી સમય બધા પોત-પોતાના હિસાબથી એન્જૉય કરી રહ્યાં છે. કેટલાક આરામ કરીને તો કેટલાક ફિટનેસ પર ધ્યાન આપીને. પરંતુ હવે ફિટનેસ પર ધ્યાન આપનારા સેલેબ્સના લિસ્ટમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનુ નામ પણ સામેલ થઇ ગયુ છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાગે છે લૉકડાઉનમાં મળેલા ખાલી સમયમાં સોનાક્ષીએ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપ્યુ છે, કેમકે તાજેતરમાં જ એક્ટ્રેસે જે તસવીરો શેર કરી છે, તેમાં તેને ઓળખવી મુશ્કેલ થઇ રહી છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
સોનાક્ષી સિન્હાએ પોતાની ઇન્સ્ટા સ્ટૉરી પર જે તસવીરો આજે શેર કરી છે, તેમાં તેનુ ગજબનુ ટ્રાન્સફોર્મેશન દેખાઇ રહ્યું છે. બેક પૉઝ આપી રહેલી સોનાક્ષી આ તસવીરોમાં ઓળખાવી મુશ્કેલ છે. આ તસવીરમાં એક્ટ્રેસ યોગા કરી રહી છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
આ પહેલા પણ સોનાક્ષીએ જે તસવીરો શેર કરી હતી, તેમાં પણ એક્ટ્રેસ પહેલાથી ખુબ પાતળી અને ફિટ લાગી રહી હતી. એટલે કે સોનાક્ષીએ લૉકડાઉનમાં જિમમાં ખુબ પરસેવો પાડ્યો છે, અને પોતાનુ વજન ઘટાડી દીધુ છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
સોનાક્ષીએ તસવીરોને શેર કરતા લખ્યુ પણ હતુ કે જ્યારે તમારા માટે વર્ક ફ્રૉમ હૉમનો અર્થ હોય વર્કઆઉટ ફ્રૉમ હૉમ. સોનાક્ષીએ એક તસવીર વર્ક આઉટર કરતા પણ શેર કરી છે.(તસવીર- સોશ્યલ મીડિયા)
સોનાક્ષી સિન્હાએ આ વર્ષે ડિજીટલ ડેબ્યૂ પણ કરવા જઇ રહી છે, તે અમેજોન પ્રાઇમની વેબસીરીઝ ફૉલેનમાં દેખાશે. જેમાં તે દમદાર પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવશે. વળી અજય દેવગન અને બીજા કેટલાય સ્ટાર્સ વાળી ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં પણ સોનાક્ષી મુખ્ય રૉલમાં છે. (તસવીર- સોશ્યલ મીડિયા)