Shah Rukh Khan કરતા પણ વધુ વ્યસ્ત રહે છે તેનો દીકરો Aryan, ગૌરી ખાને કર્યો ખુલાસો
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનના માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેન ફોલોઈંગ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેનો પુત્ર આર્યન ખાન અભિનેતા કરતા વધુ વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરૂખ ખાન ગયા દિવસે ગૌરી ખાનના પુસ્તક 'માય લાઇફ ઇન અ ડિઝાઇન'ના લૉન્ચ ઇવેન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન બંનેએ પોતાના બાળકોના જીવન વિશે વાત કરતા ઘણા મોટા ખુલાસા કર્યા હતા.
પોતાના મોટા પુત્ર આર્યન ખાન વિશે વાત કરતાં ગૌરી ખાને કહ્યું કે શાહરૂખ ખૂબ જ વ્યસ્ત છે છતાં પણ તેની ડેટ મળે છે, પરંતુ આર્યન ખાનની ડેટ મેળવવી ખૂબ જ મુશ્કેલ કામ છે.
વાસ્તવમાં આ દિવસોમાં આર્યન ખાન તેની ડેબ્યૂ વેબ સીરિઝના ડિરેક્શનમાં વ્યસ્ત છે. જેનું નામ છે 'સ્ટારડમ'. રિપોર્ટ્સ અનુસાર, આર્યનના પિતા એટલે કે શાહરૂખ ખાન પોતે આ સીરિઝમાં એક્ટિંગ કરતા જોવા મળવાના છે.
આ સાથે આર્યને થોડા દિવસો પહેલા પોતાની ક્લોથિંગ બ્રાન્ડ D'YAVOL પણ લોન્ચ કરી છે. આ માહિતી એક જાહેરાત દ્વારા આપવામાં આવી હતી જેમાં આર્યન અને શાહરૂખ બંને જોવા મળ્યા હતા.
બુક લૉન્ચ ઈવેન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન અને ગૌરી તેમાં જોવા મળ્યા હતા. બ્લેક આઉટફિટમાં બંને આકર્ષક લાગી રહ્યા હતા.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.