બાળપણમાં ગુમાવ્યા માતા પિતા, અનાથ આશ્રમમાં વિત્યું જીવન, જાણો ગુજરાતી એક્ટ્રેસનો સંઘર્ષ

Khushi Shah Struggle Story: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક ગણાતી ખુશી શાહનું જીવન પીડાથી ભરેલું હતું.

Continues below advertisement

ખુશી શાહ

Continues below advertisement
1/7
Khushi Shah Struggle Story: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક ગણાતી ખુશી શાહનું જીવન પીડાથી ભરેલું હતું. પહેલા તેણીએ તેના માતાપિતા ગુમાવ્યા પછી તેણીએ અનાથાશ્રમમાં રહેવાનું દુઃખ સહન કર્યું. ગુજરાતી અભિનેત્રી ખુશી શાહે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે. તેણીએ જણાવ્યું કે તેના માતાપિતાના મૃત્યુ પછી તેને કેવી રીતે અનાથ આશ્રમમાં જવું પડ્યું અને અભિનેત્રી બનવા માટે તેને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
2/7
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની લોકપ્રિય અભિનેત્રી ખુશી શાહે માત્ર દોઢ વર્ષની ઉંમરે માતા ગુમાવી દીધી હતી. ખુશીની માતાના મૃત્યુ પછી તેના પિતાએ બીજા લગ્ન ન કર્યા અને તેમની પુત્રીનો ઉછેર કર્યો પણ ભાગ્યમાં કંઈક બીજું જ લખેલું હતું. એક દિવસ ખુશીના પિતાનો અકસ્માત થયો હતો. અભિનેત્રીના પિતાની સારવાર માટે 60 હજાર રૂપિયાની જરૂર હતી, પરંતુ પાડોશીઓ અને સંબંધીઓએ મદદ કરી નહીં.
3/7
તે પછી ખુશીના પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેના પિતાના મોતના 13 દિવસ પણ થયા નહોતા ને અભિનેત્રીના સંબંધીઓએ તેને અનાથાશ્રમમાં મોકલી દીધી હતી. ત્યાં તેણે ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.
4/7
ભણતરની સાથે ખુશીએ બાળકોને નૃત્ય શીખવવાનું પણ શરૂ કર્યું હતુ. પરંતુ આશ્રમમાં કોઈએ ફરિયાદ કરી, જેના પછી તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવી હતી. અનાથ આશ્રમમાંથી કાઢી મુકાયા બાદ અભિનેત્રી આત્મહત્યા કરવા માંગતી હતી.
5/7
જોકે, તેણે ફરીથી ડાન્સ ક્લાસ શરૂ કર્યા અને તેમાંથી 2,000 રૂપિયા કમાયા. આ દરમિયાન તેને એક ગીતમાં કામ કરવાની તક મળી, ખુશીએ એક ફોટોશૂટ કરાવ્યું. અહીંથી જ તેની મોડેલિંગ અને અભિનય કારકિર્દીની શરૂઆત થઈ હતી.
Continues below advertisement
6/7
એક પ્રખ્યાત દિગ્દર્શકે ખુશી પાસે કામના બદલામાં ફેવર માંગી હતી. દિગ્દર્શકે કહ્યું કે જો અભિનેત્રી કામ કરવા માંગતી હોય તો તેણે આ બધું કરવું પડશે. જ્યારે અભિનેત્રીએ ના પાડી ત્યારે તેણે ધમકી આપી કે તે તેને ઇન્ડસ્ટ્રીઝમાં રહેવા દેશે નહીં.
7/7
ખુશીએ હાર ન માની અને તે મુંબઈથી ગુજરાત પાછી ફરી હતી. અભિનેત્રીએ ફરીથી મોડેલિંગ શરૂ કર્યું અને ઘર ચલાવવા માટે નાના આઇટમ ગીતો કરવાનું શરૂ કર્યું હતું. ખુશીને ટિક ટોક દ્વારા લોકપ્રિયતા મળી અને તેને ગુજરાતી ફિલ્મોની ઓફર મળવા લાગી હતી.
Sponsored Links by Taboola