Rhea Chakraborty Fitness: આ નેચરલ ફૂડનું સેવન કરીને રિયા ચક્રવર્તી રહે છે હંમેશા ફાઇન એન્ડ ફિટ
Actress Fitness Tips: બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પોતાની સુંદરતાની સાથે સાથે ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે આપણે જાણીશું કે અભિનેત્રીની ફિટનેસનું રહસ્ય શું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા દ્રારા ર તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આ સાથે રિયા પોતાની લેટેસ્ટ તસવીરો પણ શેર કરતી રહે છે. દરેક છોકરી તેની ફિટનેસનું રહસ્ય જાણવા માંગે છે કે તે આટલી ફિટ કેવી રીતે રહે છે.
રિયા નિયમિતપણે વર્કઆઉટ કરે છે. સાથે જ બહારનું જંક ફૂડ બિલકુલ નથી ખાતી. તેની ગ્લોઈંગ સ્કિનથી લઈને ફિટ રહેવા સુધીનું રહસ્ય એ છે કે એક્ટ્રેસ તેના ડાયટમાં માત્ર હેલ્ધી વસ્તુઓનો જ સમાવેશ કરે છે.
આખો દિવસ હાઇડ્રેટેડ રહેવા માટે અભિનેત્રી પૂરતુ પાણી પીવે છે. તે દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવે છે.
સવારે ખાલી પેટ ડિટોક્સ ડ્રિન્કમાં તે અજવાઇન, જીરું, આદુ અને લીંબુનું ઉકાળેલું પાણી પીવે છે. આને પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી. અભિનેત્રી તેના અભિનયથી લોકોને પ્રભાવિત કરવાની સાથે તેનું ફિટનેલ સિક્રેટ જાણવા પણ ફેન્સ ગુગલમાં સર્ચ કરે છે.
રિયા ચક્રવર્તી પોતાની જાતને જાળવી રાખવા માટે જીમમાં ઘણો પરસેવો પાડે છે, આ સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટના વીડિયો અને ફોટા પણ શેર કરતી રહે છે.
રિયા ચક્રવર્તી ડાયટમાં નેચરલ ફૂડમાં લેવાનું પ્રીફર કરે છે. તેની સુંદર ત્વતાનું આ જ એક રાજ છે.
રિયાના ફિટનેસ રૂટીનમાં યોગ પણ છે. રિયા અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ ચોક્કસપણે યોગ કરે છે. આ છે અભિનેત્રીની ગ્લોઇંગ સ્કિન અને ટોન્ડ બોડીનું રહસ્ય.