પોતાની સાડા ચાર કરોડની Lamborghini લઇને ફિલ્મ માટે ડાયરેક્ટર ભંસાળીની ઓફિસ પહોંચ્યો આ એક્ટર, જુઓ તસવીરો
મુંબઇઃ અભિનેતા કાર્તિક આર્યન આજકાલ કેટલાય કારણોથી ચર્ચામાં છે. થોડાક દિવસો પહેલા કાર્તિકને ફિલ્મ દોસ્તાનામાંથી કાઢી મુકવામાં આવ્યો પરંતુ હવે તેની પાસે કેટલાય મોટા પ્રૉજેક્ટ્સ હોવાની ચર્ચા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાલે કાર્તિક આર્યન મુંબઇના જાણીતા ફિલ્મ મેકર સંજય લીલા ભંસાળીની ઓફિસની બહાર દેખાયો. અહીં તે પોતાની બ્લેક Lamborghini ખુદ ચલાવીને પહોંચ્યો હતો. લગભગ 4.5 કરોડની આ કાર તેને આ વર્ષે એપ્રિલમાં જ ખરીદી હતી.
ભંસાળી પોતાની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી કમ્પલેટ કરી ચૂક્યા છે, અને હવે હીરા મંડી પર કામ શરૂ કરવાના છે. આ ફિલ્મમાં લીડ એક્ટર માટે હજુ સુધી કોઇનુ નામ જાહેર નથી થયુ. એવી અટકળો છે કે હીરા મંડી ફિલ્મમાં લીડ રૉલ કાર્તિક આર્યનને મળવાનો છે.
કાલે કાર્તિક આર્યન જ્યારે ભંસાળીની ઓફિસની બહાર દેખાયો તો આ અટકળોને વધુ વેગ મળ્યો.
થોડાક દિવસો પહેલા જ સત્યનારાયણની કથા ફિલ્મી જાહેરાત થઇ છે, જેને સાજિદ નાડિયાદવાળા બનાવી રહ્યો છે. આમાં પણ કાર્તિક છે. તેની પાસે બીજી કેટલીય ફિલ્મો પણ છે.
આ ઉપરાંત ભૂલ ભુલૈયા 2 કમ્પલેટ થઇ ચૂકી છે, અને રિલીઝ થવાની છે. નેટફ્લિક્સની ફિલ્મ ધમાકાની રિલીઝ પણ પેન્ડિંગ છે. આ એક્ટર હંસલ મહેતાની ફિલ્મમાં પણ દેખાવવાનો છે.