Hindi Cinemaની આ 8 ફિલ્મોને જોઇને મગજ ચકરાઇ જશે, અંત સુધી ખતમ નહીં થાય સસ્પેન્સ, ઓટીટી પર જલદી જુઓ...
Best Murder Mystery Movies: લોકોને ઘણીવાર મર્ડર મિસ્ટ્રી ફિલ્મો ગમે છે. આ ફિલ્મોમાં હત્યાનું રહસ્ય એવી રીતે ઉકેલવામાં આવ્યું છે કે અંત સુધી તમે અનુમાન નહીં લગાવી શકો કે હત્યા કોણે કરી છે. લોકોને ઘણી વખત 'મર્ડર મિસ્ટ્રી' ફિલ્મો ગમે છે. અહીં અમે તમને એવી કેટલીક ફિલ્મો વિશે જણાવીશું જેમાં અંત સુધી સસ્પેન્સ હોય છે, જેને જોવાની તમને મજા આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅક્ષય ખન્ના, સોનાક્ષી સિંહા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ઇત્તેફાક એક અદભૂત ફિલ્મ હતી. તે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી અને ફિલ્મની સ્ટૉરી તમને અંત સુધી મોહિત રાખવામાં સફળ રહે છે.
આયુષ્માન ખુરાના અને તબ્બુની ફિલ્મ અંધાધૂન એક અદભૂત ફિલ્મ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી અને હવે ભાડા સાથે YouTube પર અથવા Apple TV પર જોઈ શકાય છે.
તલવાર ફિલ્મ 'આરુષિ મર્ડર કેસ' પર બની હતી. આ ફિલ્મના દ્રશ્યો તમને આશ્ચર્યચકિત કરી દેશે અને રહસ્ય એવું છે કે તમે ફિલ્મને અંત સુધી જોવા માટે મજબૂર થઈ જશો. તમે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર આ ફિલ્મ ફ્રીમાં જોઈ શકો છો.
ફિલ્મ રાત અકેલી હૈમાં નવાઝુદ્દીન સિદ્દીકીના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તમે નેટફ્લિક્સ પર આ સસ્પેન્સ, થ્રિલર અને મર્ડર મિસ્ટ્રી ફિલ્મનો આનંદ માણી શકો છો.
રાજકુમાર રાવ ફિલ્મ મોનિકા ઓહ માય ડાર્લિંગમાં લીડ રૉલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તમને ડાર્ક કૉમેડી જોવા મળશે જેમાં ક્રાઈમને ખૂબ જ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યો છે. ફિલ્મના કેટલાક દ્રશ્યો તમને આશ્ચર્યચકિત કરશે અને તમે નેટફ્લિક્સ પર આ ફિલ્મનો આનંદ માણી શકો છો.
મલ્ટિસ્ટારર ફિલ્મ મર્ડર મુબારક એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. આમાં એક મર્ડર મિસ્ટ્રી સૉલ્વ કરવામાં આવી છે પરંતુ ફિલ્મને વધુ ગંભીર બનાવ્યા વિના તેને કોમેડી વધુ રાખવામાં આવી છે. નેટફ્લિક્સ પર આ ફિલ્મ જોવાની મજા આવશે.
ધ ગર્લ ઓન ધ ટ્રેન ફિલ્મમાં એક મનોવૈજ્ઞાનિક વાર્તા બતાવવામાં આવી છે. તમને આમાં પરિણીતી ચોપડાનું કામ ગમશે, જે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
નેટફ્લિક્સ પર કરીના કપૂર અને વિજય વર્માની થ્રિલર ફિલ્મ જાને જાન ઘણી સારી ફિલ્મ છે. આ જોયા પછી તમે અંત સુધી સમજી શકશો નહીં કે ખૂની કોણ છે. આ ફિલ્મને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી.