Ananya LOOK: બ્લૂ ક્રૉપ ટૉપ અને રિપ્ડ જીન્સમાં ટી-સીરીઝની ઓફિસની બહાર દેખાયો અનન્યાનો કૂલ અવતાર, જુઓ.....
મુંબઇઃ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ઓછા સમયમાં જ બૉલીવુડમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. તેની સુંદરતા અને ડાન્સના ફેન્સ દિવાના છે. અનન્યા પાંડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને ફેન્સની સાથે તે પોતાની તસવીરો અને ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. હવે તાજેતરમાં જ અનન્યા પાંડેને મુંબઇમાં સ્પૉટ કરવામા આવી........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરેખરમાં, અનન્યા પાંડેને તાજેતરમાં જ ટી-સીરીઝની ઓફિસમાં જાત પૈપરાજીઓ સ્પૉટ કરી છે. ઓફિસની અંદર જતા ત્યાં રહેલા ફોટોગ્રાફરોએ તેને કેમેરામાં કેદ કરી લીધી છે.
ટી-સીરીઝની અંદર જતા પહેલા અનન્યા પાંડેએ પૈપરાજીની સાથે વાત કરી અને તેમને પૉઝ પણ આપ્યા. આ દરમિયાન તેના ચહેરા પર માસ્ક પણ લગાવેલુ હતુ.
પૈપરાજીની ડિમાન્ડ પર અનન્યા પાંડેએ માસ્ક ઉતારીને તેમને પૉઝ આપ્યા.
આ દરમિયાન અનન્યા પાંડે એકદમ કુલ અવતારમાં દેખાઇ, તેને બ્લૂ ક્રૉપ ટૉપ અને લાઇટ બ્લૂ જીન્સ પહેરેલુ હતી.
આની સાથે અનન્યા પાંડેએ ખુલ્લા વાળો, કાનમાં મોટી ગોળ ઇયરિંગ્સ અને વ્હાઇટ શૂઝની સાથે પોતાના લૂકને પુરો કર્યો હતો.
આ તમામ વસ્તુઓની સાથે અનન્યા પાંડેની મિલીયન ડૉલર સ્માઇલ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી હતી.
પૈપરાજીની ક્લિક કરેલી અનન્યા પાંડેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
પૈપરાજીને પૉઝ આપ્યા બાદ અનન્યા પાંડે ટી-સીરીઝની ઓફિસની અંદર ચાલી જાય છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બહુજ જલ્દી અનન્યા પાંડે ફિલ્મ લિગરમાં દેખાશે.