સાંકળથી બનેલું ટોપ પહેરવું ભારે પડ્યું ઉર્ફી જાવેદને, થઈ ગઈ આવી હાલત, જુઓ તસવીરો
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર ઉર્ફી જાવેદ તેની ફેશન સેંસ માટે જાણીતી છે. ઉર્ફી તેના લુકસ સાથે જેટલો અખતરો કરે છે તેટલો ભાગ્યે જ કોઈ કરતું જોવા મળ્યું છે. ઉર્ફી તેના ડ્રેસને લઈ રિસ્ક લેવામાં પણ પાછી પાની કરતી નથી. પરંતુ ક્યારેક આ રિસ્ક તેના પર ભારે પડી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં ઉર્ફીએ સાંકળોને ક્રોપ ટોપ સ્ટાઈલમાં બાંધીને પહેરી હતી. જેમાં કેટલાક તાળા પણ હતા. હવે તેણે નવા ફોટો શેર કર્યા છે, જેમાં તેની ગરદરન પર નિશાન પડી ગયેલા જોઈ શકાય છે.
ફોટો શેર કર્યા બાદ ઉર્ફીએ લખ્યું, થ્રોબેક, રાઇટ સ્વાઇપ કરીને જુઓ, આઉટફિટ પહેરાલ પહેલા અને બાદમાં મારી શું હાલત થઈ. તેની આ હાલત જોઈ ફેંસ ચોકી ગયા.
ઉર્ફી કોટન કેંડી, ફૂલના પાન, સાંકળ-તાળા સુધીની ચીજના ડ્રેસ પહેરી ચુકી છે. એટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પર ત્રણ મિલિયન ફોલોઅર્સ થવાની ખુશીમાં કાચનો ડ્રેસ પહેર્યો હતો.
ઉર્ફી તેના વિચિત્ર ડ્રેસના કારણે મીડિયામાં ચમકતી રહે છે. (તમામ તસવીર સૌજન્યઃ urf7i)