તારક મહેતા કા......'ના પહેલો જ એપિસોડમાં જેઠાલાલ પહોંચી ગયા હતા જેલમાં, 12 વર્ષમાં જેઠાલાલનો દેખાવ કેટલો બદલાયો ? જુઓ તસવીરો
કેવો હતો પહેલો એપિસોડ:28 જુલાઇ 2008માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો પહેલો એપિસોડ રીલિઝ થયો હતો, 12 વર્ષથી મસ્તી મજાક ભરેલો આ સફર આજે પણ ચાલી લોકોને હસતો હસાવતો ચાલી રહ્યો છે. પહેલા એપિસોડમાં આ શોને આઇડિયો કેવી રીતે આવ્યો અને તેને એક્શનમાં કેવી રીતે ઉતારવામાં આવ્યો તેની વાત રજૂ કરવામાં આવી છે. પહેલા એપિસોડમાં જેઠાલાલ કેદીની વર્દીમાં જેલમાં જોવા મળે છે. તેમના પર કેસ ચાલે છે. જુઓ પહેલા એપિસોડની એક ઝલક..
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લાંબો ચાલનાર કોમેડી શો બની ગયો છે. 12 વર્ષથી ચાલતા આ શો આજે પણ એટલો જ રસપ્રદ છે. જે દર્શકોને જકડી રાખે છે. જો કે 12 વર્ષમાં સિરિયલના કેરેક્ટેરાઇઝેશનમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલા એપિસોડથી માંડીને અત્યાર સુધીમાં કિરદારની બોલચાલ, હાવભાવ,વ્યવહારમાં ઘણો ફેરફાર થયો છે. આ શોમાં એક વાત 12 વર્ષથી આજ પણ યથાવત છે અને એ છે જેઠાલાલની પરેશાની. જેઠાલાલની પરેશાનીનો સિલસિલો 12 વર્ષથી યથાવત છે.
આજે પણ સોસાયટીમાં થાય છે આવી જ ધમાલ મસ્તી:ગોકુલધામ સોસાયટીમાં 12 વર્ષ પહેલા જે હોબાળો થયો હતો આજે પણ એવો જ હોબાળો જોવા મળે છે. આજે પણ જેઠાલાલ અને ભિંડેની રકઝક ચાલું છે. ટપ્પુના તોફાન આજે પણ જેઠાલાલને પરેશાન કરે છે. તો જેઠાલાલ આજે પણ બબીતાના એટલા જ દિવાના છે. જો કે દયાભાભી અને જેઠાલાલની કેમેસ્ટ્રીની લોકો ખૂબ મિસ કરી રહ્યાં છે. દશા વાકાણી છેલ્લા 3 વર્ષથી શોમાંથી ગાયબ છે. તે મેટરનિટી લિવ પર ગઇ હતી પરંતુ ત્યારબાદ તેમની વાપસી નથી થઇ. જો કે પ્રોડ્યુસરે આ રોલ માટે અન્ય કોઇની શોધ શરૂ નથી કરી, જેથી, સિરિયલમાં તેમની વાપસીની આશા સેવાઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -