Independence Day નિમિત્તે અંબાણી પરિવારનું નિવાસ સ્થાન 'એન્ટિલિયા' રોશનીથી ઝળહળ્યું, ટ્વીટર પર ટ્રેન્ડ થયું
મુકેશ અંબાણીના નિવાસ સ્થાન 'એન્ટિલિયા'ની બહાર ખુબ જ સુંદર લાઈટિંગ કરવામાં આવ્યું છે. આ લાઈટિંગના વીડિયો અને ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણી દરેક તહેવારને ખુબ જ ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે ભારતની આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર તેમણે એન્ટિલિયાને પણ રોશનીથી શણગાર્યું છે.
એન્ટિલિયાની બહાર સુરક્ષા કર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણી અને તેમના પરિવાર પર હુમલો કરવાની ધમકી પણ મળી છે.
રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી હતી.
અંબાણી પરિવારને ધમકી ભર્યા ફોન કોલ આવ્યા બાદ હોસ્પિટલના લોકોએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, કુલ 8 ધમકીભર્યા કોલ આવ્યા હતા, જેને પોલીસ હવે ચકાસવાનો પ્રયાસ કરી રહી છે.