Sayli Kamble Wedding Photos : ‘ ઇન્ડ઼િયન આઇડલ ફેમ સાયલીએ બોયફ્રેન્ડ સાથે લીધા સાતફેરા, જુઓ તસવીરો
'સુપરસ્ટાર સિંગર 2'ની કેપ્ટન અને 'ઇન્ડિયન આઇડલ 12' ફેમ સાયલી કાંબલે રવિવારે (24 એપ્રિલ) મુંબઈના કલ્યાણના રોયલ ગાર્ડન્સમાં બોયફ્રેન્ડ ધવલ સાથે લગ્ન કરી લીધા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાયલીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની રીલ શેર કરી છે, જેમાં તે લગ્નની વિધિ સમયે ખૂબ જ ખુશ ખુશાલ અને સંતુષ્ટ જોવા મળી રહી છે.
સાયલીના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેઓએ સામાન્ય મહારાષ્ટ્રીયન શૈલીમાં લગ્ન કર્યા. બંનેએ ગયા વર્ષે જ સગાઈ કરી હતી.
સાયલી પિંક બોર્ડર અને જાંબલી વેડિંગ શોલ વાળી યેલો સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. તેનું સ્મિત તેની ખુશી વ્યક્ત કરવા માટે પૂરતું હતું.
સાયલીની મિત્ર અને 'ઈન્ડિયન આઈડલ 12' ફેમ અરુણિતા કાંજીલાલ, દાનિશ અને નિહાલ સાથે તેના અન્ય કેટલાક મિત્રોએ પણ લગ્નમાં હાજરી આપી હતી.