45 વર્ષની ઉંમર સુધી રમી IPL... આ છે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી ચૂકેલા ઉંમરલાયક ખેલાડીઓ
IPL 2024: ક્રિકેટમાં ઉંમર એ મહત્વનું પરિબળ છે. ખેલાડી મર્યાદિત ઉંમર સુધી જ રમે છે અથવા રમી શકે છે, પરંતુ કેટલાક ક્રિકેટરોએ કહ્યું કે ઉંમર માત્ર એક સંખ્યા છે. અહીં અમે તમને એવા ઉંમરલાયક ખેલાડીઓ વિશે વાત કરી રહ્યાં છીએ, જેઓએ 45 વર્ષની ઉંમર સુધી IPLમાં પોતાનો દમખમ બતાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણીવાર ક્રિકેટરો 40 વર્ષની આસપાસ ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી દે છે. પરંતુ અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવીશું જે 40 વર્ષની ઉંમર સુધી IPL રમ્યા હતા.
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર બ્રેડ હોગ ટોચના સ્થાને છે. હોગે તેની છેલ્લી IPL સિઝન 45 વર્ષ અને 92 દિવસની ઉંમરે રમી હતી.
આ યાદીમાં બીજું નામ ભારતીય મૂળના સ્પિનર પ્રવીણ તાંબેનું છે. તાંબેએ તેની છેલ્લી IPL સિઝન 44 વર્ષ અને 219 દિવસની ઉંમરે રમી હતી.
આગળ વધીને શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરન ત્રીજા નંબર પર જોવા મળી રહ્યો છે. મુરલીધરને તેની છેલ્લી આઈપીએલ સિઝન 42 વર્ષ અને 35 દિવસની ઉંમરે રમી હતી.
આ યાદીમાં ચોથો નંબર દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્પિનર ઈમરાન તાહિરનો છે. ઈમરાને તેની કારકિર્દીની છેલ્લી આઈપીએલ સિઝન 42 વર્ષ અને 29 દિવસની ઉંમરે રમી હતી.
ટોપ-5ની યાદીમાં છેલ્લો નંબર વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલનો છે. ગેલે તેની કારકિર્દીની છેલ્લી IPL સિઝન 42 વર્ષ અને 7 દિવસની ઉંમરે રમી હતી.