Jaat Screening: ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી Regina Cassandraએ લૂંટી મહેફિલ, ગોલ્ડન ગર્લ બની પહોંચી ઉર્વશી રૌતેલા

Jaat Screening: સની દેઓલની ફિલ્મ 'જાટ' થિયેટર્સમાં રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં સની દેઓલના પિતા ધર્મેન્દ્ર પણ હાજર રહ્યા હતા. સની દેઓલ સહિત ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ 'જાટ'ના સ્ક્રીનિંગમાં હાજર રહી હતી. 'જાટ' અભિનેતા સની દેઓલ ફિલ્મના સ્ક્રીનિંગમાં ફોર્મલ લૂકમાં જોવા મળ્યો હતો. અભિનેતાએ સફેદ શર્ટ સાથે બ્લેઝર-પેન્ટમાં પાપારાઝીઓને પોઝ આપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ધર્મેન્દ્ર પણ તેમના દીકરાની ફિલ્મ જોવા આવ્યા હતા. તેઓ બ્લેક પ્રિન્ટેડ શર્ટ અને બ્લેક કલરના પેન્ટમાં ખૂબ જ કૂલ દેખાતા હતા. આ દરમિયાન તેમણે કાળી ટોપી પણ પહેરી હતી.

રેજીના કૈસેન્ડ્રા'જાટ'માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. ફિલ્મના સ્ક્રીનિંગમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.
તે બ્રાઉન કલરની ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઉર્વશી રૌતેલા પણ ગોલ્ડન ગર્લ તરીકે આ કાર્યક્રમમાં પહોંચી હતી. તે વેણી અને સોનેરી સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
'ગદર 2'માં સની દેઓલ સાથે જોવા મળેલો ઉત્કર્ષ શર્મા પણ 'જાટ'ના સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો. તે સફેદ ટી-શર્ટ અને બેજ જેકેટમાં જોવા મળ્યો હતો.
સ્ક્રીનિંગમાં વિનીત કુમાર સિંહ બ્રાઉન બ્લેઝર પેન્ટમાં દેખાયો હતો. આ લુકમાં તે ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો હતો.
ફિલ્મની આખી સ્ટાર કાસ્ટે 'જાટ' ના સ્ક્રીનિંગ પર સાથે પોઝ આપ્યો હતો. આ દરમિયાન અભિનેતા રણદીપ હુડ્ડા પણ જોવા મળ્યો હતો.