Photos: SRK ની ફિલ્મ 'જવાન'નો ડિરેક્ટર બન્યો પિતા, પત્ની પ્રિયાએ આપ્યો દીકરાને જન્મ

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના દિગ્દર્શક એટલી પિતા બન્યો છે. તેની પત્ની પ્રિયાએ પુત્રને જન્મ આપ્યો છે.

ફાઈલ તસવીર

1/8
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના દિગ્દર્શક એટલી પિતા બન્યો છે. તેની પત્ની પ્રિયાએ પુત્રને જન્મ આપ્યો છે.
2/8
'જવાન'ના દિગ્દર્શક એટલી પિતા બન્યા છે. ડિરેક્ટરે આજે ઈન્સ્ટાગ્રામ પર પત્ની પ્રિયા સાથેના ફોટા પોસ્ટ કરીને પુત્રનો પિતા બનવાની જાહેરાત કરી છે.
3/8
આ ફોટામાં એટલી અને તેની પત્ની બેબી જૂતા પકડીને જોવા મળે છે, જેના પર 'ઈટ્સ અ બોય' લખેલું છે.
4/8
એટલી કુમારે ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે કે આજથી પિતા બનવાનું નવું સાહસ શરૂ થઈ રહ્યું છે.
5/8
આઠ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી એટલીએ 2014 માં પરંપરાગત સમારંભમાં પ્રિયા સાથે લગ્ન કર્યા હતા.
6/8
એટલી અને તેની પત્ની પ્રિયાએ તાજેતરમાં નવેમ્બર 2022માં તેમની 8મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી હતી
7/8
એટલી હાલમાં શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
8/8
આ ફિલ્મમાં નયનતારા, સાન્યા મલ્હોત્રા અને વિજય સેતુપતિ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલમાં જોવા મળશે. શાહરૂખ ખાન હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણની સફળતાનો આનંદ માણી રહ્યો છે.
Sponsored Links by Taboola