કોરોના મહામારીની વચ્ચે પણ આ સેલેબ્સે પોતાના સાથી સાથે કર્યા લગ્ન, કોઇએ બાળપણના મિત્રને તો કોઇએ પાર્ટનરને બનાવ્યા પોતાના, જુઓ તસવીરો....
મુંબઇઃ દેશમાં અત્યારે કોરોના મહામારીએ ભયાનક રૂપ લઇ લીધુ છે. દરરોજ સંક્રમણની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. પરંતુ બીજીબાજુ લગ્નની મોસમ ખીલી છે. આટલી મુશ્કેલી પરિસ્થિતિઓની વચ્ચે પણ કેટલાક સેલેબ્સ લગ્ન કરી રહ્યાં છે. અહીં અમને તમે એવા સ્ટાર્સ વિશે બતાવી રહ્યા છે, જે લોકો આટલી ભયંકર અને ખરાબ સ્થિતિમાં પણ લગ્નના બંધનમાં બંધાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશની શાન વધારનારી બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ પણ થોડાક સમય પહેલા જ પોતાના બૉયફ્રેન્ડ વિષ્ણુ વિશાલ સાથે લગ્ન કર્યા છે. બન્નેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 22 એપ્રિલે બન્નેએ લગ્ન કરી લીધા હતા.
ટીવી એક્ટર કૃણાલે પણ એક્ટ્રેસ સંજના અરોડા સાથે થોડાક સમય પહેલા જ લગ્ન કર્યા છે. બન્નેના લગ્ન મધ્યપ્રદેશના દેવાસ શહેરમાં થયા હતા.
ટીવી સીરિયલ એવરેસ્ટમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસ શમતાએ પણ ગૌરવ વર્મા સાથે લગ્ન કરી લીધા છે. બહુ ઓછા લોકોની હાજરીમાં બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતા.
જાણીતી કૉમેડિયન અને સિંગર સુગંધા મિશ્રાએ પણ પોતાના બૉયફ્રેન્ડ સંકેત ભોસલે સાથે લગ્ન કરી લીધા છે. બન્નેના લગ્ન 26 એપ્રિલે થયા હતા.
ડાર્લિંગ કૃષ્ણા અને મિલન નાગરાજ પણ આ લિસ્ટમાં સામેલ છે. બન્નેએ આ વર્ષે 14 ફેબ્રુઆરીએ લગ્ન કરી લીધા હતા.
બૉલીવુડની સુંદર અને જાણીતી એક્ટ્રેસ દિયા મિર્ઝાને પણ લૉકડાઉનમાં જ પોતાનો લવ ઓફ લાઇફ વૈભવ રેખી મળ્યો. બન્નેએ વર્ષે 15 ફેબ્રુઆરીએ લગ્ન કરી લીધા હતા.
80 ના દાયકાની જાણીતી એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરીના દીકરા પ્રિયાંક શર્માએ પણ આ વર્ષે પોતાની ગર્લફ્રેન્ડ શાઝા મોરાની સાથે માલદીવમાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નની ખુબ ચર્ચા થઇ હતી.
સિંગર શિલ્પા રાવે પણ કોરોનાની વચ્ચે પોતાના બાળપણના મિત્ર રિતેસ કૃષ્ણન સાથે લગ્ન કર્યા છે. બન્નેના લગ્ન આ વર્ષે 27 જાન્યુઆરીએ થયા હતા.