મુંબઇમાં 70 કરોડ રૂપિયાનો બંગલો, પતિથી વધુ છે સાઉથની આ એક્ટ્રેસની નેટવર્થ
અભિનેત્રી જ્યોતિકા દક્ષિણની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે અજય દેવગનની ફિલ્મ શૈતાનમાં જોવા મળી હતી. અભિનેત્રી પોતાની એક્ટિંગથી ચાહકોનું મનોરંજન કરે છે અને કરોડોની કમાણી કરે છે. તેની નેટવર્થ તેના પતિ સૂર્યા કરતા વધુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈમોઈના રિપોર્ટ અનુસાર, જ્યોતિકા અને સૂર્યાની કુલ સંપત્તિ 537 કરોડ રૂપિયા છે. આ બંનેએ થોડા સમય પહેલા મુંબઈમાં 70 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. હાલ તે મુંબઈમાં રહે છે. તેમના બાળકો મુંબઈમાં જ ભણે છે.
જ્યોતિકાની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 331 કરોડ રૂપિયા છે. જ્યોતિકાની કુલ સંપત્તિ તેના પતિ સૂર્યા કરતાં વધુ છે. તેમની પાસે કુલ સંપત્તિના 61.63 ટકા છે.
સૂર્યાની વાત કરીએ તો તેની કુલ સંપત્તિ 206 કરોડ રૂપિયા છે. તેણે Kanguva ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.
જ્યોતિએ પોતાના કરિયરની ટોચ પર લગ્ન કર્યા હતા. પરંતુ તે પછી તેણે પરિવાર માટે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું હતું. તે 7 વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહી હતી. તેણે 2015માં ફિલ્મ 36 Vayadhinile થી વાપસી કરી હતી. અભિનેત્રી એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
સૂર્યા અને જ્યોતિકા પોતાની ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યૂશન કંપની ચલાવે છે. તેણે તેના બાળકો દિવ્યા અને દેવના નામ પરથી તેનું નામ '2D' રાખ્યું છે.તેના કાર કલેક્શનની વાત કરીએ તો આ યાદીમાં BMW 7 સીરિઝ (1.38 કરોડ), Audi Q7 (80 લાખ વધુ), મર્સિડીઝ બેન્ઝ (61 લાખ) અને જગુઆર (1.10 કરોડ) સામેલ છે. (All Photo Credit: Instagram)