પતિ અજય દેવગણ પહેલા આ એક્ટરને પ્રેમ કરતી હતી કાજોલ, પરંતુ વ્યક્ત ન કરી શકી ફીલિંગ
Kajol Love Story: અભિનેત્રી કાજોલ અને અજય દેવગનની જોડી બી-ટાઉનમાં ઘણી લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે અજય પહેલા કાજોલ કોઈ બીજા અભિનેતાને દિલ દઇ ચૂકી હતી. પરંતુ તે તેમની ફિલીંગ વ્યક્ત ન હતી કરી શકી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાજોલે હિન્દી સિનેમાને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેમના કામના શરૂઆતના સમયમાં અભિનેત્રી એક અભિનેતાની દિવાની હતી. આ વાતનો ખુલાસો પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહરે કર્યો છે. જે વર્ષોથી કાજોલના બેસ્ટ ફ્રેન્ડ છે.
કરણે એ પણ જણાવ્યું કે વર્ષ 1991માં રિલીઝ થયેલી ફિલ્મ 'હિના'ના પ્રીમિયરમાં તેણે કાજોલને અક્ષયને શોધવામાં મદદ કરી હતી. પરંતુ કાજોલે ક્યારેય અક્ષયની સામે પોતાની ફિલિંગ વ્યક્ત કરી શકી નહતી
જણાવી દઈએ કે કાજોલ અને અક્ષય કુમારની જોડી ફિલ્મ 'દીવાનગી'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.
ત્યારબાદ અજય દેવગન કાજોલના જીવનમાં પ્રવેશ્યો અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. જે બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. આજે આ યુગલ બે બાળકોના માતા-પિતા છે.
હાલમાં જ કાજોલ વેબ સિરીઝ 'ધ ટ્રાયલ'માં જોવા મળી હતી. જેમાં તેણે તેની વર્ષો જૂની નો કિસિંગ પોલિસી તોડી અને તેના કો-સ્ટાર સાથે સેન્સ્યુસ કિસિંગ સીન આપ્યા.