Bollywood Divorce: આમિર ખાન બાદ વધુ એક અભિનેતા આપશે પત્નીને તલાક, તોડી દીધો 21 વર્ષ જુનો લગ્ન સંબંધ, ફેન્સ પણ ચોંક્યા......
મુંબઇઃ બૉલીવુડ એક્ટર કમલ સદાનાએ 1992ની ફિલ્મ બેખુદીથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, આ ફિલ્મમાં તેને કાલોજની સાથે કામ કર્યુ હતુ. પરંતુ તેને ઓળખ 1993ની ફિલ્મ રંગથી મળી. પછી તેને દિવ્યા ભારતીની સાથે કામ કર્યુ હતુ. થોડાક સમય સુધી બૉલીવુડમાં કામ કર્યા બાદ કમલે કસમ સે શૉમાં કામ કર્યુ હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજકાલ કમલ સદાના પોતાની ફિલ્મોના કારણે નહીં પરંતુ પોતાના તુટેલા લગ્નના કારણે ચર્ચામાં આવી ગયો છે. તેને જાહેરાત કરી છે કે તેને અને તેની પત્ની લિસા જૉને એકબીજાને તલાક આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે બન્નેએ 1 જાન્યુઆરી, 2000માં લગ્ન કર્યા હતા, કમલ એક એક્ટર છે, જ્યારે લિસા એક મેકઅપ આર્ટિસ્ટ છે.
તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કમલ સદાનાએ બતાવ્યુ કે તેને લિસા જૉન સાથે છુટાછેડા લઇ લીધા છે. તેને બતાવ્યુ કે આ અમારો બન્નેનો ફેંસલો છે અને કહ્યું કે આ પ્રકારની વસ્તુઓ આજકાલ ખુબ સામાન્ય છે.
તેને આગળ બતાવ્યુ કે બે લોકો અલગ થઇ જાય છે અને અલગ અલગ દિશાઓમાં જાય છે. આવી વસ્તુઓ દરેક જગ્યાએ થઇ રહી છે, અને તેમાંથી એક અમારુ પણ છે.
સમાચારોનુ માનીએ તો કમલ સદાના અને લીઝા જૉન અત્યારે અલગ રહી રહ્યાં છે. જ્યાં એકબાજુ કમલ મુંબઇમાં છે તો વળી લીઝા પોતાના માતા-પિતાની સાથે ગોવામાં રહી રહી છે.
અત્યારે કમલ અને લિસાના બાળકો, અંગથ સદાના અને લીયા સદાનાની કસ્ટડી કોણી પાસે હશે એ વાતનો ખુલાસો નથી કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે કમલ સદાના જાણીતા નિર્માતા અને નિર્દેશક, બ્રિઝ સદાના અને સુંદર અભિનેત્રી સઇદા ખાનનો દીકરો છે.