વીર સાવરકરના શરણમાં પહોંચી બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, કાળકોટડીમાં જઇને આશીર્વાદ લીધા ને બોલી- હું અંદર સુધી..............

Kangana_Ranaut

1/8
Kangana Ranaut Visited Veer Savarkar Cell: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) તે સેલ્યૂલર જેલમાં પહોંચી જ્યાં વીર સાવરકર કાળા પાણીની સજા ભોગાવી રહ્યાં હતા, કંગનાએ પોતાની આ વિઝીટની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/8
કંગના દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, તે વીર સાવરકરની તસવીરોની આગળ માથુ નમાવીને બેસેલી છે. આ દરમિયાન કંગના ખુબ શાંત અને ભાવુક દેખાઇ રહી છે.
3/8
કંગનાએ અહીં વીર સાવરકરની તસવીરોની આગળ પોતાનુ માથુ નમાવ્યુ, કંગના સફેદ સૂટમાં એકદમ સિમ્પલ અંદાજમાં અહીં પહોંચી હતી.
4/8
કંગના લખ્યું- આજે હું અંડમાન નિકોબારની સેલ્યૂલર જેલમાં વીર સાવરકરના રૂમની મુલાકાત લીધી. આ જોઇને હું અંદર સુધી હલી ગઇ. જ્યારે અમાનવીયતા પોતાના ચરમ પર હતી ત્યારે માનવતા પણ વીર સાવરકરજીના રૂપે ચરમ પર પહોંચી ગઇ હતી. તેને દરેક ક્રૂરતાનો પ્રતિરોધ કર્યો અને દ્રઢ સંકલ્પની સાથે સામનો કર્યો.
5/8
આની આગળ કંગના લખ્યું- તે (અંગ્રેજ) તેમનાથી કેટલા ડરેલા હશે જેના કારણે તેમને વીર સાવરકરજીને તે દિવસો દરમિયાન કાળા પાણીમાં રાખ્યા હતા. સમુદ્રની વચ્ચે આ નાના દ્વીપથી બચવુ અસંભવ છે, છતાં પણ અંગ્રેજોએ વીર સાવરકરજીને સાંકળોમાં બાંધી દીધા, એક મોટી દિવાલ વાળી જેલ બનાવી અને તેમને એક નાની કાળકોટડીમાં બંધ કરી દીધા.
6/8
કંગનાએ પોતાના કેપ્શનમાં એ પણ લખ્યું- કલ્પના કરો, તે ડરનો કે તે અનંત સમુદ્રની વચ્ચે ક્યાંય હવામાં ઉડી ના જાય. તે લોકો કેટલા કાયર હતા. આ કોટડી આઝાદીની સચ્ચાઇ છે, ના તે જે આપણને પુસ્તકોમાં ભણાવવામાં આવે છે. મે કોટડીમાં ધ્યાન ધર્યુ અને વીર સાવરકરજીના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અને ઊંડુ સન્માન દર્શાવ્યો. સ્વતંત્રતા સંગ્રામના આ સાચા હીરોને મારા કોટિ-કોટિ નમન. જય હિન્દ....
7/8
ઓક્ટોબરે કંગના રનૌતની ચોથી વાર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કરા આપવામાં આવ્યો. આની સાથે જ કંગના પોતાના બેબાક અંદાજને લઇને પણ છવાયેલી રહે છે.
8/8
તમામ તસવીરો કંગનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola