હૉટ એક્ટ્રેસે કર્યો આપઘાતનો પ્રયાસ, થોડા દિવસ પહેલાં ધનિક બિઝનેસમેન સાથે કરેલાં લગ્ન પણ પતિ ફરી ગયો ને..........

Continues below advertisement

Chaitra_Kottur

Continues below advertisement
1/7
મુંબઇઃ ફિલ્મ જગતની વધુ એક અભિનેત્રીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યુ છે, કન્નડ એક્ટ્રેસ અને કન્નડ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ ચિત્રા કોટુરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, તે પોતાના લગ્ન જીવનને લઇને કંટાળી ગઇ હતી, પતિના ત્રાસને લઇને તેને આ પગલુ ભર્યુ હતુ. એક્ટ્રેસે પોતાના કર્ણાટકા સ્થિત કોલારમાં આવેલા નિવાસસ્થાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
મુંબઇઃ ફિલ્મ જગતની વધુ એક અભિનેત્રીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યુ છે, કન્નડ એક્ટ્રેસ અને કન્નડ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ ચિત્રા કોટુરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, તે પોતાના લગ્ન જીવનને લઇને કંટાળી ગઇ હતી, પતિના ત્રાસને લઇને તેને આ પગલુ ભર્યુ હતુ. એક્ટ્રેસે પોતાના કર્ણાટકા સ્થિત કોલારમાં આવેલા નિવાસસ્થાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
2/7
રિપોર્ટ પ્રમાણે, કન્નડ એક્ટ્રેસ ચિત્રા કોટુરે કોલારમાં પોતાના ઘરે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જોકે, બાદમાં તાત્કાલિક તેને હૉસ્પીટલમાં લઇ જવાતા બચી ગઇ હતી, હાલ તેની તબિયત સ્થિર છે.
3/7
એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે, તેને પોતાના પતિ દ્વારા તરછોડી દેવામાં આવી હતી. એક્ટ્રેસે મધ્યપ્રદેશના એક મોટા બિઝનેસમેન નાગાર્જૂન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બિઝનેસમેને તેને એમ કહીને તરછોડી દીધી કે તેને કેટલાક લોકોના દબાણમાં આવીને આ લગ્ન કર્યા છે, પરંતુ તે લગ્ન માટે તૈયાર ન હતો. બિઝનેસમેન પતિ એક્ટ્રેસ ચિત્રા કોટુરેને છોડીને જતો રહ્યો હતો.
4/7
આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે, પોલીસે આ આત્મહત્યા કેસમાં જણાવ્યુ કે થોડાક દિવસો પહેલા જ એક્ટ્રેસ ચિત્રા કોટુરેના લગ્ન બિઝનેસમેન નાર્ગાજૂન સાથે થયા હતા.
5/7
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અભિનેત્રી ચિત્રા કોટુરેના લગ્ન થોડાક દિવસો પહેલા જ સાદગીથી બ્યાતારાયનપુરાના એક ગણપતિ મંદિરમાં થયો હતા, આ લગ્નમાં પરિવારના સભ્યો જ હાજર રહ્યાં હતા. જોકે એવુ પણ કહેવાઇ રહ્યું છે કે નાગાર્જૂનને પોતાના પરિવારજનોએ ધમકીઓ આપીને દબાણમાં રાખીને એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માટે મજબૂર કર્યો હતો.
Continues below advertisement
6/7
જ્યારે વાત વધી તો કોલાર પોલીસ સ્ટેશનમાં બન્ને ફેમિલીના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા. ચિત્રા કોટુરેના સ્ટેટમેન્ટ અનુસાર, તાજેતરમાં એક્ટ્રેસ અને બિઝનેસમેનના લગ્ન થયા હતા, જ્યારે એક્ટ્રેસ પતિના પૈતુક ઘરમાં ગઇ તો તેને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
7/7
અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યુ કે, જ્યારે તે પતિના ઘરે પહોંચી તો તેના પરિવારજનોએ તેને ઘરમાં પ્રવેશના ના દીધી, અને કહ્યું કે, આ લગ્ન એક શરતના આધારે હતા, તેમને લગ્નને અમાન્ય ગણાવ્યા હતા. આ બધા કારણોસર એક્ટ્રેસ કંટાળી ગઇ હતી, અને તેને પોતાના જીવનને ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
Sponsored Links by Taboola