અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂર છે બેહદ ખૂબસૂરત, લોન્ચ કરશે કરણ જોહર, જુઓ બોલ્ડ અંદાજની તસવીરો
છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર મળી રહ્યાં હતા કે, સંજય કપૂરની દીકરી શનાયા કપૂર ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે. આજે તેની જાહેરાત થઇ ગઇ છે. આલિયા, વરૂણ જેવા સ્ટાર કિડસની જેમ કરણ જોહર તેને લોન્ચ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ધર્મા પ્રોડકશને કહ્યું કે, શનાયાએ Dharma Cornerstone Agencyને સાઇન કરી છે
શનાયા કપૂરની પહેલી ફિલ્મની જાહેરાત પણ આ વર્ષ જુલાઇમાં કરવામાં આવશે.
અનાઉન્સમેન્ટની સાથે શનાયાની આ તસવીરો અને વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.
આ જાહેરાત સાથે શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ટ્રન્ડ કરી રહી છે. કરિશ્મા કપૂર સહિતના સેલેબ્સે તેમને આ જર્નિ માટે શુભકામના પાઠવી છે.
શનાયા કપૂર બોલિવૂડ સ્ટાર સંજય કપૂર અને માહીપ કપૂરની દીકરી છે.
શનાયા ફિલ્મ ગુંજન સક્સેનામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂકી છે.
કરણ જૌહરે એક વીડિયો શેર કરતા કહ્યું કે, શનાયા DCAની નવી મેમ્બર છે. તેમણે શનાયાને નવી જર્નિ માટે શુભકામના પાઠવી છે.