Kareena kapoor enjoying with Jeh: લંડનમાં શૂટિંગ દરમિયાન બ્રેક મળતાં જેહ સાથે મસ્તી કરતી જોવા મળી કરીના, જુઓ તસવીરો
Kareena kapoor enjoying with Jeh In London: લંડનમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન રજા લઇને જેહ સાથે ક્વાલિટી ટાઇમ પસાર કરતી જોવા મળી કરીના.આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકામમાંથી બ્રેક મળ્યા બાદ કરીના તેના પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા બહાર ગઈ હતી, તસવીરમાં કરીના તેના પુત્ર સાથે પાર્કમાં મસ્તી કરતી જોવા મળે છે.
અભિનેત્રી કરીના કપૂરે ફરી એકવાર મધરહૂડને લઇને નવા લક્ષ્યો નક્કી કર્યા છે. આ દિવસોમાં અભિનેત્રી તેની એક ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે અને નાના પુત્ર જેહ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
અભિનેત્રીએ આ લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કરીનાએ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું, કે, એક વૃક્ષને ચુંબન કરો...અને મુક્ત થઇ જીવો, જીવનને પ્રેમ કરો.. કામ પરથી છૂટ્ટી લવિંગ ઇંટ.
મધરહૂને એન્જોય કરી રહેલી કરીના ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે, આ તસવીરોમાં કરીના કપૂરે બ્લેક કલરનું જેકેટ અને બ્લેક બૂટ પહેર્યા છે, એક્ટ્રેસનો લૂક એકદમ શાનદાર છે.
છોટે નવાબ જેહની સાથે માતા કરીના પણ રેડ કલરના જેકેટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
આ પહેલા કરીનાએ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં પોઝ આપતા લંડનથી જેહ સાથે આ તસવીર શેર કરી હતી. પછી કામ પર જવાની વાત કરતી વખતે કરીનાએ મા-દીકરાની બોન્ડિંગનો સ્વેગ બતાવ્યો.
જ્યારે કરીના લંડનમાં છે, ત્યારે તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન પણ તેના મોટા પુત્ર તૈમુર સાથે માલદીવમાં વેકેશનમાં ગયો હતો. પિતા-પુત્રની આ જોડી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી.
એક તસ્વીરમાં તૈમૂર બીચ પર ગિટાર વગાડતો જોવા મળ્યો હતો.