કરીના કપૂરે બતાવ્યો સોનોગ્રાફી રિપોર્ટ, તો ફેન્સ થયા આશ્ચર્યચક્તિ, જાણો શું છે મામલો
કરીના કપૂર તેની સ્ટાઇલ અને લૂકને કારણે ચર્ચાંમાં રહે છે. આ સાથે તે કંઇક એવું કરી જાય છે કે, તેના કારણે પણ લાઇમલાઇટમાં રહે છે. તેમણે હાલ કંઇક આવું જ કર્યું છે કે, ફેન્સને લાગે છે. તે ફરી ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરીના કપૂરે હાલ સોશિયલ મીડિયા પર સોનોગ્રાફીની ફોટો શેર કરી છે. આ સાથે તેમણે લખ્યું છે કે. “એક એક્સાઇટિંગ ચીજ પર કામ કરી રહી છું”કરીનાની આ તસવીર જોઇને ફેન્સ પૂછી રહ્યાં છે કે, શું ફરી ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે?
સોનોગ્રાફીની આ તસવીરને લઇને કરીનાને અનેક સવાલ પૂછવામાં આવી રહ્યાં છે. કેટલાકે પૂછ્યું, “શું ફરી એકવાર” કરીનાએ સોનોગ્રાફીની તસવીર પોસ્ટ કરીને ફેન્સમાં કુતૂહલ જગાડ્યું છે.
ફેન્સ સોનોગ્રાફીની તસવીર જોઇને જુદા-જુદા કયાસ લગાવી રહ્યાં છે. જો કે એવું નથી. કરીના હાલ એક પુસ્તક લખી રહી છે. જેમાં તેમણે બંને સમયની પ્રેગ્નન્સીના અનુભવ અને કેટલીક મહત્વપૂર્ણ વાતો શેર કરી છે તે આ પુસ્તકને તેનું ત્રીજું બાળક જ માને છે.
કરીના કપૂર અને સૈફ અલી ખાને તેમના નાના દીકરાના નામને લઇને જાહેરાત કરી છે. તેમણે તેમના દીકરાનું નામ “જેહ” રાખ્યું છે. નાના રણધીર કપૂરે કહ્યું કે. “હાલ જેહ નામથી તેને બોલાવીએ છીએ. જો કે હજું કોઇ અન્ય નામ માટે બંને વિચારી રહ્યાં છીએ