પ્રિયંકાથી માંડીને મલાઇકા સુધીની આ અભિનેત્રી ગ્લોઇંગ સ્કિન માટે આ ફેસપેકનો કરે છે ઉપયોગ
બોલિવૂડ (Bollywood)ની મોટા ભાગની અભિનેત્રી સ્કિન કેર માટે પરંપરાગત ઘરેલુ નુસખા પર વિશ્વાસ કરે છે. પ્રિયંકા ચોપડા તેમના ચહેરા પર દહી, ઓટમીલ, હળદર મિક્સને બનેલું ફેસપેક લગાવે છે. પ્રિયંકા કહે છે કે, “આ ઘરેલુ નુસખા મારી ચહેરાને ક્લિન કરીને તેને તાજગીથી ભરી દે છે”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્મા કપૂર અને કરીના કપૂર બંને તેમની સ્કિનને સુંદર રાખવા માટે માચા ફેસપેક લગાવે છે. માચા એક ખાસ પ્રકારની ગ્રીન ટી હોય છે. માચા એક્સિઓક્સિડન્ટ અને એન્ટી-ઇફ્લામેટ્રી ગુણોથી ભરપૂર હોય છે. આ ફેસ પેકથી ચહેરા પર રેડિએન્ટ ગ્લો આવે છે. ત્વચા પર ગુલાબ નિખાર આવે છે.
સુષ્મિતા સેન સ્કિન કેર માટે બેસનનો ઉપયોગ કરે છે. મલાઇકા બેસન અને મલાઇ મિક્સ કરીને સ્કિન પર લગાવે છે. તેનાથી સ્ક્રર્બ કરે છે. બેસનમાં સામેલ જિંક અને સ્કિન સૂધિંગ પ્રોપર્ટીઝ સ્કિનને અનોખો નિખાર આપે છે.
સોનમ કપૂર, યામી ગૌતમ, ક્લે ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. આ ફેસ પેક તેઓ વીકમાં એક વાર લગાવે છે. ક્લે ફેસપેક ત્વચાની બધી જ ખામી દૂર કરવામાં મદદરૂપ થાય છે.
મલાઇકા અરોડા તેમના ચહેરા પર એલોવેરા જેલ લગાવે છે. જો વધુ સમય મેકઅપ કેરી કરવો પડે તો તે દિવસમાં 10-10 મિનિટ એકથી વધુ વખત એલોવેરા ફેસપેક લગાવે છે. મલાઇકા ત્વચા પર મધ લગાવવાનું પણ પસંદ કરે છે. તેનાથી સ્કિન મોશ્ચર રહે છે અને ગ્લોઇંગ પણ બને છે.