Tiger 3 સ્ટાર Katrina Kaifએ જ્યારે ઠુકરાવી હતી આ Blockbuster ફિલ્મો, એકે તે પ્રિયંકા ચોપડાને બનાવી દીધો ગ્લૉબલ સ્ટાર
Katrina Kaif Blockbuster Films: બૉલીવુડમાં કેટલીય એવી હીરોઇનો છે જે પોતાની એક ભૂલથી મોટુ નુકસાન પણ કરાવી ચૂકી છે, કેટલીક સારી ફિલ્મો ઠુકરાવીને અન્યને તક આપી ચૂકી છે. આ લિસ્ટમાં કેટરિના કૈફ પણ સામેલ છે. કેટરિના કૈફ આ દિવસોમાં તેની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. ટાઈગર 3 પહેલા કેટરીનાએ કેટલીય મોટી ફિલ્મોની ઓફર ફગાવી દીધી હતી. આ યાદીમાં ફિલ્મ બરફી પણ સામેલ છે. આમાં એક ફિલ્મે તો પ્રિયંકા ચોપડાને ગ્લૉબલ સ્ટાર પણ બનાવી દીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરૂખ ખાનની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં કિંગ ખાનની સામે દીપિકા પાદુકોણ જોવા મળી હતી, પરંતુ દીપિકા પહેલા આ ફિલ્મ કેટરીના કૈફને ઓફર કરવામાં આવી હતી.
રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડાની જોડી 2012ની બરફીમાં જોવા મળી હતી. જોકે, પ્રિયંકા પહેલા અનુરાગ બાસુ રણબીરની સામે કેટરીનાને કાસ્ટ કરવા માંગતો હતો. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં પ્રિયંકાના એક્શનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
'યે જવાની હૈ દીવાની' એવરગ્રીન ફિલ્મ છે. ફિલ્મમાં 4 મિત્રોની બેસ્ટ સ્ટૉરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં નૈના તલવારનો રૉલ સૌથી પહેલા કેટરિના કૈફને ઑફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપિકા પાદુકોણે આ પાત્ર ભજવ્યું.
2014માં રિલીઝ થયેલી રણવીર સિંહ અને અર્જૂન કપૂરની 'ગુંડે' સુપરહિટ ફિલ્મ રહી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાનું પાત્ર કેટરીના કૈફને ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ તેના વ્યસ્ત શિડ્યૂલના કારણે કેટરિનાએ આ ફિલ્મને ના પાડી દીધી હતી.
અર્જૂન કપૂરની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ માટે મેકર્સની પહેલી પસંદ કેટરિના કૈફ હતી, પરંતુ બાદમાં શ્રદ્ધા કપૂરને ફિલ્મની લીડ એક્ટ્રેસ માટે સાઈન કરવામાં આવી હતી.
કેટરીના કૈફે સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલાને પણ નકારી કાઢી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માટે ટર્નિંગ પૉઈન્ટ સાબિત થઈ. દીપિકા પહેલા સંજય લીલા સભાસાલી ઈચ્છતા હતા કે કેટરિના કૈફ 'લીલા'નો રૉલ કરે.
સંજય લીલા ભણસલીએ પણ 'બાજીરાવ મસ્તાની' માટે દીપિકા પાદુકોણ પહેલા કેટરીના કૈફનો સંપર્ક કર્યો હતો.