Khalnayak 2: 30 વર્ષ પછી ફરી સ્ક્રીન પર ધમાલ મચાવશે 'બલ્લુ', સુભાષ ઘાઈએ 'ખલનાયક 2' ની કરી જાહેરાત
સુભાષ ઘાઈએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ સંજય દત્ત સાથે 'ખલનાયક 2' બનાવવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 1993માં રિલીઝ થયેલી સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની ફિલ્મ 'ખલનાયક'ની સિક્વલ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુભાષ ઘાઈએ જણાવ્યું કે 'ગદર 2'ની સફળતાને જોતા તેમણે 'ખલનાયક 2' બનાવવાનો નિર્ણય લીધો છે. કારણ કે તેમને ઘણા મેસેજ મળી રહ્યા છે કે તમે 'ખલનાયક 2' કેમ નથી બનાવી રહ્યા. તેથી તેઓ તેના પર વિચાર કરી રહ્યા છે અને તમને ટૂંક સમયમાં સમાચાર સાંભળવા મળશે..જેમાં સંજય સાથે એક બીજો નવો સ્ટાર હશે..'
આ સાથે જ સંજય દત્તના ચાહકો માટે સારા સમાચાર છે કે 'ખલનાયક' ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. 30 વર્ષ બાદ આ ફિલ્મ ફરી સિનેમાઘરોમાં આવશે.
આ અંગે માહિતી આપતા સુભાષ ઘાઈએ જણાવ્યું કે 'ખલનાયક' 4 સપ્ટેમ્બરે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મ મુક્તા આર્ટ સિનેમા દ્વારા 100 થી વધુ સ્ક્રીન્સ પર ફરીથી રિલીઝ કરવામાં આવશે.
'ખલનાયક'એ તેની રિલીઝના 30 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. અભિનેતાની જબરદસ્ત એક્ટિંગે લોકોના દિલ જીતી લીધા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'લિયો'માં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે 19 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે.