Khatron Ke Khiladi 12: મોહિત મલિકથી રૂબીના દિલેક સુધી, રોહિત શેટ્ટીએ સ્પર્ધકો સાથે કરી મસ્તી
સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. રોહિત શેટ્ટીના આ શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ખતરોં કે ખિલાડી 12માં ઘણા ટીવી સેલેબ્સ હાજરી આપવાના છે. ટીવી સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીની વહુ શિવાંગી જોશી પણ સ્ટંટ રિયાલિટી શોનો ભાગ બની છે. તેણે રોહિત શેટ્ટી સાથે મસ્તી કરતો વીડિયો શેર કર્યો છે. જેમાં બંને મસ્તી કરતા જોવા મળે છે.
ટીવી એક્ટર મોહિત મલિક પણ આ શોનો ભાગ બનવા જઈ રહ્યો છે. મોહિતે શાનદાર અંદાજમાં રોહિત શેટ્ટી સાથે ફોટા શેર કર્યા છે.
બિગ બોસ વિનર રૂબિના દિલાઈક પણ ખતરોં કે ખિલાડી 12નો ભાગ બનવા જઈ રહી છે. ગયા વર્ષે રૂબીનાનો પતિ અભિનવ આ શોનો ભાગ બન્યો હતો.
અનેરી વજાણી પણ રોહિત શેટ્ટીના શોનો ભાગ બની હતી. તે હાલમાં જ અનુપમામાં જોવા મળી હતી. અનુપમામાં અનેરીનું પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે.
કુમકુમ ભાગ્ય ફેમ શ્રુતિ ઝા પણ સ્ટંટ કરતી જોવા મળશે. ટીવીની વહુની જબરદસ્ત સ્ટાઈલ આ શોમાં જોવા મળશે.
બિગ બોસમાં ધૂમ મચાવનાર કોરિયોગ્રાફર નિશાંત ભટ સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12નો ભાગ બનવા જઈ રહ્યો છે.
ટીવી એક્ટ્રેસ કનિકા માન એ રોહિત શેટ્ટી સાથે ફની ફોટો શેર કર્યા છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે.