Kim Kardashian: પોતાના આ ફોટોના કારણે કેમ ટ્રોલ્સના નિશાના પર આવી કિમ કર્દાશિયન, જાણો સમગ્ર વિગત
રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયન ફરીથી પોતાના ફોટોશોપ થયેલા ફોટોના કારણે ચર્ચામાં આવી છે. આ ફોટોને જોઈને કેટલાક લોકો દાવો કરી રહ્યા છે ક, કિમ કર્દાશિયને પૂલ સાઈડ શોટ્સની એક સીરીઝમાં પોતાની કમરના ફોટોને એડિટ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક મીડિયા રિપોર્ટ અનુસાર, સંડે ઈન માય એટધરેટ સ્કિમ્સ કેપ્શન સાથે કિમે ત્રણ ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી. જે બાદ કેટલાક લોકોએ તીખી પ્રતિક્રિયાઓ આપી હતી.
રિયાલિટી ટીવી સ્ટાર કિમે દરેક ફોટોમાં પોતાના ઉઠાવેલા હાથ રાખ્યા હતા અને તેણે સ્પોર્ટ્સ બ્રા અને ઓવરસાઈઝ્ડ જોગિંગ પેન્ટ પહેર્યા હતા.
એક યુઝરે લખ્યું કે, તમે તમારા બેલી બટનને બરાબર રીતે એડિટ નથી કર્યા. અન્ય એક ફોલોઅરે પુછ્યું કે, સ્કીન પણ અજબ રીતે દેખાઈ રહી છે, નહીં?
ઘણા ઈંસ્ટાગ્રામ યુઝર્સે પછી ફોટોને અલગ પ્રકાશમાં જોવાનું શર્યું અને પ્રશ્ન કર્યો કે, બીજા ફોટોમાં કંઈક ગડબડ છે કે પછી ફક્ત મને જ ગડબડ દેખાઈ રહી છે
જો કે કેટલાક નેટિઝન્સે કિમ કર્દાશિયનનો બચાવ કરવાની પણ કોશિશ કરી હતી. જો કે આ પહેલી વાર નથી કે કિમ પોતાના ફોટોને એડિટ કરવાનો આરોપ લાગ્યો હોય.