‘ક્યોકી સાંસ ભી કભી બહુ થી’ના ગૌતમ વિરાણી ઉર્ફે સુમીત સચદેવ યાદ છે? આજે કરે છે આ કામ
ક્યારેક સુમીત કેનેડામાં ટ્રક ચલાવતો જોવા મળે છે તો ક્યારેક વેકેશન એન્જોય કરતો જોવા મળે છે. આટલું જ નહી તે બિઝનેસમાં પણ ખુદને બિઝિ રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુમિત સચદેવને તેની અસલી ઓળખ એકતા કપૂરના શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'થી મળી હતી, પરંતુ હવે અભિનેતા તેની પર્સનલ લાઇફને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.
વર્ષ 2007માં, સમીત સચદેવે ચંદીગઢમાં અમૃતા ગુજરાલ સાથે આનંદ-કારજ વિધિથી લગ્ન કર્યા.
સુમીત સચદેવ છેલ્લે યે હૈ મોહબ્બતેમાં મણિના રોલમાં જોવા મળ્યો હતો. જો કે હાલ તે એક્ટિંગની દુનિયાથી દૂર છે.
સુમીત ભલે નાના પડદાથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, જ્યાં તે અંગત જિંદગીની ઝલક શેર કરતો રહે છે.
જ્યારે લોકડાઉન દરમિયાન બધું સ્થગિત થઈ ગયું, ત્યારે સુમીતે પોતાની ચેનલ શરૂ કરી અને એક મ્યુઝિક વીડિયો 'બારીશ બન જાના'નું નિર્દેશન પણ કર્યું.
એટલું જ નહીં, અભિનેતા સ્ક્રેબલ સ્પર્ધામાં પણ ભાગ લેતો જોવા મળે છે. તેણે ઘણી રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં ભાગ લઇને સારા રેન્ક પણ મેળવ્યા હતા