‘લાપતા લેડીઝ’ની ‘ફૂલ કુમારી’ના માતાપિતાએ દીકરી માટે છોડ્યું પોતાનું કરિયર
Nitanshi Goel Reveals Her Parents Sacrifice: નિતાંશી ગોયલે ‘લાપતા લેડીઝ’માં ‘ફૂલ કુમારી’નું પાત્ર ભજવ્યું છે. નિતાંશીએ જણાવ્યું કે તેના માતા-પિતાએ તેને અભિનેત્રી બનાવવા માટે તેમનું કરિયર દાવ પર લગાવી દીધું હતું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’માં જોવા મળેલી નિતાંશી ગોયલ માત્ર 16 વર્ષની છે અને તેણે તેની ફિલ્મથી મોટી સફળતાનો સ્વાદ ચાખ્યો છે. ઘણા લોકોએ નિતાંશીની એક્ટિંગના વખાણ કર્યા છે.
તાજેતરમાં રણવીર અલાહાબાદિયા સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન નિતાંશીને પૂછવામાં આવ્યું હતું કે શું આટલા સ્ટારડમ પછી પણ તે હજી પણ કોઈ પર ક્રશ છે?
આના જવાબમાં નીતાંશીએ કહ્યું કે, તેના માટે તેના માતા-પિતાનો પ્રેમ અને સમર્થન સૌથી વધુ મહત્વનું છે. તેણે કહ્યું કે તમારા માતા-પિતાથી વધુ તમને કોઈ પ્રેમ કરી શકે નહીં.
નિતાંશીએ જાહેરમાં સ્વીકાર કર્યો કે તેના માતા-પિતાએ તેની કારકિર્દી માટે પોતાની કારકિર્દી દાવ પર લગાવી દીધી હતી.
અભિનેત્રીએ કહ્યું, 'હું માત્ર અભિનય કરવા માંગતી હતી અને ટીવી પર આવવા માંગતી હતી અને માત્ર આ નાના વિચાર માટે મારા પિતાએ નોઈડામાં પોતાનો બિઝનેસ છોડી દીધો અને તેઓ અહીં કામ કરી રહ્યા છે.'
‘મારી માતાએ સરકારી નોકરી છોડી દીધી છે અને તે મારા માટે અહીં છે. આ બધું માત્ર એટલા માટે હતું કે હું અભિનેત્રી બનવા માંગતી હતી.
નોંધનીય છે કે નિતાંશી હાલમાં માત્ર 12મા ધોરણમાં છે અને કોમર્સનો અભ્યાસ કરી રહી છે. આવતા વર્ષે તે બોર્ડની પરીક્ષા આપશે.
Netflix પર એક મહિના પહેલા રિલીઝ થયેલી '‘લાપતા લેડીઝ’માં 100 દિવસથી વધુ સમયથી થિયેટર્સમાં સરળતાથી ચાલી રહી છે.