Lata Mangeshkar Passes Away Live Update : લતા મંગેશકરે ગુજરાતીમાં ગાયેલાં આ ગીત સાંભળ્યાં છે ?
મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયાં હતાં. લતાજીએ ગુજરાતી ભાષામાં પણ અનેક ગીત ગાયાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલતાજીનાં કેટલાંક લોકપ્રિય ગુજરાતી ગીતો ચોક્કસ સાંભળજો.મહેંદી તો વાવી માળવે ને તેનો રંગ ગયો ગુજરાત રે.......લતાજીનું સૌથી લોકપ્રિય ગુજરાતી ગીત છે.
મોહમ્મદ રફી અને લતાજીનું નયન ચકચૂર છે ગીત પણ ગુજરાતીનાં શ્રેષ્ઠ ગીતોમાં એક છે.
લતાજીએ ગાયેલું મારા તો ચિત્તનો ચોર, શામળિયો ગીત પણ અદભૂત છે.
લતાજીએ ગાયેલું દીકરી તો પારકી થાપણ કહેવાય ગીત કોઈની પણ આંખો ભીની કરી દે એવું ગીત છે.
મહેન્દ્ર કપૂર અને લતાજીનું પાદડું લીલું ને રંગ રાતો ગીત પણ ગુજરાતીનાં શ્રેષ્ઠ ગીતોમાં એક છે.
લતાજીનું માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે ...ક્લાસિક ગીત છે.
હે કાનુડા તોરી ગોવાલણ ...ગીતે ગુજરાતીઓને એક જમાનામાં ઘેલું લગાડ્યું હતું.
હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે......લતાજીનું આધ્યાત્મિક ગુજરાતી ગીત પણ સાંભળવા જેવું છે.
વેણીભાઈ પુરોહિતે લખેલું ને પુરૂષોત્તમ ઉપાધ્યાયે સંગીતબધ્ધ કરેલું માઝમ રાતે રે......ગીત પણ યાદગાર છે.