જ્હાન્વી કપૂરે ભાઇ અર્જૂન કપૂર સાથે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, બન્નેના એક્સપ્રેશનના ફેન્સ થયા દિવાના, જુઓ........
મુંબઇઃ તાજેતરમાં જ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાના ભાઇ એક્ટર અર્જૂન કપૂરની સાથે શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જ્હાન્વી કપૂર અને અર્જૂન કપૂર એકદમ ક્યૂટ ફેસ એક્સપ્રેશન આપતા દેખાઇ રહ્યાં છે. જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા ફેન્સને પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હાન્વી કપૂર અને અર્જૂન કપૂરે 'બાજાર' મેગ્જિન માટે ફોટોશૂટ કરાવ્યુ છે. મેગ્ઝિનના કવર પેજ માટે બન્નેએ કંઇક ખાસ અંદાજમાં તસવીરો ક્લિક કરાવી છે.
આ તસવીરોમાં જોઇ શકાય છે કે ભાઇ-બહેનની આ જોડી કેટલી ક્યૂટ લાગી રહી છે. જ્હાન્વી અને અર્જૂનના ફેન્સ આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે.
જ્હાન્વી કપૂર છેલ્લે ફિલ્મ રુહીમાં દેખાઇ હતી. ફિલ્મમાં જ્હાન્વી કપૂરની સાથે એક્ટર રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ હતા.
આ ફિલ્મ પહેલા જ્હાન્વી કપૂરે ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લમાં દેખાઇ હતી. વળી, જ્હાન્વી કપૂરની અપકમિંગ ફિલ્મોમાં 'ગુડ લક જૈરી'નુ નામ પણ સામેલ છે.
રિપોર્ટ્સ અનુસાર જ્હાન્વી કપૂર બહુ જલદી રાજકુમાર રાવ સાથે વધુ ફિલ્મમાં દેખાઇ શકે છે.
જ્હાન્વી કપૂર અને અર્જૂનના સંબંધો- બૉની કપૂરે બે લગ્ન કર્યા હતા, અર્જૂન કપૂર અને અંશુલા કપૂર, બોની કપૂર અને મોનાના બાળકો છે. જ્યારે બોની અને શ્રીદેવીની બે દીકરીઓ છે, જેનુ નામ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક સમય હતો જ્યારે ચારેય ભાઇ બહેન આટલા નજીક ન હતા, પરંતુ શ્રીદેવીના નિધન બાદ અર્જૂન કપૂર અને જ્હાન્વી-ખુશી ખુબ નજીક આવ્યા છે. અર્જૂન કપૂર મોટા ભાઇ તરીકેની ફરજ નિભાવી રહ્યો છે.