લૉકડાઉનના કારણે નિસહાય બનેલા ગરીબો-મજૂરોને આ એક્ટરે આપ્યુ અનાજ, મુંબઇમાં મદદ કરતી તસવીરો વાયરલ
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય એક્ટિંગ ઉપરાંત પોતાના સામાજિક કામો માટે પણ જાણીતો છે. તાજેતરમાં જ તે મુંબઇ પોલીસ અને એક એનજીઓ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યો હતો, અને અહીં તેને જરૂરિયાત મંદો, નિસહાય ગરીબો અને મજૂરોને અનાજ વહેંચ્યુ હતુ. જુઓ તસવીરો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇના જુહૂ પોલીસ સ્ટેશનના પરિસરમાં તેને લૉકડાઉનથી પરેશાન ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને અનાજ વહેંચવા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો, આ સમયે તે ખુશી ખુશી ત્યાં પહોંચ્યો હતો.
વિવેક ઓબેરૉયે પોતાના હાથોથી જુહૂ પોલીસ સ્ટેશનના પરિસરમાં એકઠા થયેલા જરૂરિયાતમંદને એક એક કરીને દાળ, ચોખા, ખાંડ, ચા પત્તી, બિસ્કીટ જેવી તમામ વસ્તુઓ વહેંચી હતી.
ઉલ્લેખનીય છે કે, જરૂરિયાતમંદોમાં અનાજ વિતરણનુ આયોજન એક બિન સરકારી સંગઠન દ્વારા કરવામાં આવ્યુ હતુ. મુંબઇના જુહૂ સ્થિત પોલીસ સ્ટેશન તરફથી ખાવા-પીવાની વસ્તુઓનુ વિતરણ કરવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી.
આ દરમિયાન વિવેક ઓબેરૉય જરૂરિયાત મંદો અને ગરીબોની સ્થિતિ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો.
અનાજ વિતરણના આ આયોજન બાદ વિવેક ઓબેરૉય કોઇપણ પ્રકારની ટિપ્પણ કરવાનો ઇનકાર કરી દીધો. તેને કહ્યું- તે આ મામલે કંઇપણ નથી કહેવા માંગતો.
વળી, જુહૂ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પણ આના વિશે કોઇ વાત ના કરી.
(Input- Ravi Jain, Photos- Manav Mangalani)