અર્જુન કપૂર સાથે લગ્ન મુદ્દે મલાઇકાએ કરી સ્પષ્ટતા કહ્યું, ‘રિલેશનશિપથી ખૂબ જ ખુશ છું પરંતુ....’

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિ માટે

1/4
અર્જુન કપુર અને મલાઇકા છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેની રિલેશનશિપને લઇને ચર્ચા થતી રહે છે અને બંનેને લગ્ન માટે વારંવાર સવાલ પૂછવામાં આવે છે. આ મુદ્દે મલાઇકાને સવાલ પૂછતાં તેમણે શું કહ્યું જાણો
2/4
એકટ્રેસ મલાઇકા અરોડા અને અર્જુન કપૂરનો સંબંધ કોઇથી છૂપાયેલો નથી. બંને છેલ્લા 3 વર્ષથી એકબીજાની સાથે રિલેશનશિપમાં છે. બંનેને અનેક વખત લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યાં છે બંને એ આ મુદ્દે તેમના જુદા જુદા મત રજૂ કર્યાં છે.
3/4
થોડા સમય પહેલા મલાઇકાને પણ લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો હતો. મલાઇકાએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે “ હાલ લગ્નનો કોઇ ઇરાદો નથી. હું પ્રોફેશન અને પર્સનલ લાઇફને લઇને ખૂબ જ ખુશ છું. હું હાલ મારા બિઝનેસ પર વઘુ ધ્યાન આપવા માંગું છું. લગ્ન જેવી બાબતો પહેલાથી નક્કી નથી કરી શકાતી. હાલ હું આ સંબંધથી ખુશ છું અને આગળ કંઇ વિચાર્યું નથી”
4/4
ઇન્ટરવ્યુ દરમિયાન અર્જુન કપૂરે કહ્યું હતું કે, ‘મેં મલાઇકા સાથેની તેમની રિલેશનશિપ વિશે ક્યારેય નથી છુપાવ્યું તો લગ્નની વાત શા માટે છુપાવીશ. સમય આવશે ત્યારે આ વિશે વાત કરીશું પરંતુ હાલ એવું કોઇ પ્લાનિંગ નથી’ મલાઇકાએ પહેલા લગ્ન અરબાજ ખાન સાથે કર્યાં હતા અને આ લગ્ન 18 વર્ષ બાદ તૂટી ગયા હતા.
Sponsored Links by Taboola