ફરી એકવાર અર્જુન-મલાઇકાએ તસવીરો શેર કરીને જાહેરમાં પ્રેમનો કર્યો એકરાર

Untitled_design_-_2022-02-19T135753713

1/5
મુંબઈઃ બોલીવૂડના ક્યુટ કપલ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાએ ફરી એકવાર જાહેરમાં પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. બંનેએ સોશિયલ મીડિયા પર બંને એકબીજાને હગ કરતા હોય તેવી તસવીરો શેર કરી છે. જેમાં બંનેએ એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ પણ કરી છે.
2/5
મલાઇકાએ વેલેન્ટાઇન પર અર્જૂન કપૂરને હગ કરતી તસવીર શેર કરી છે. જેને અર્જુન કપૂરે લાઇક કરી છે. મલાઇકાએ તસવીર શેર કરતાં માઇન લખ્યું છે અને સાથે હાર્ટ ઇમોજી મૂકી છે.
3/5
તેના બીજા દિવસે અર્જુન કપૂરે પણ બંનેની એક તસવીર શેર કરી છે અને મલાઇકાને સનસાઇન સાથે સરખાવી છે. જેના પર પ્રતિક્રિયા આપતાં મલાઇકાએ હાર્ટ ઇમોજી શેર કરી છે. મલાઇકાની પોસ્ટને 10 લાખ જેટલા લાઇક મળ્યા છે. જ્યારે અર્જુન કપૂરની પોસ્ટને 6 લાખથી વધુ લાઇક મળ્યા છે.
4/5
બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર તાજેતરમાં એક સાથે જોવા મળ્યા હતા. બંન્નેને મુંબઇની એક રેસ્ટોરન્ટ બહાર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. બંન્ને લંચ ડેટ પર એક સાથે આવી બ્રેકઅપની અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું.
5/5
લંચ ડેટ દરમિયાન મલાઇકાએ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો જ્યારે અર્જુન કપૂરે સ્કાઇ બ્લૂ કલરની હુડીમાં જોવા મળ્યો હતો. બંન્ને તસવીરો પરથી સ્પષ્ટ છે કે આ બંન્નેના બ્રેકઅપના રિપોર્ટ અફવા સાબિત થયા છે.
Sponsored Links by Taboola