Photos: 50ની ઉંમરમાં Mandira Bediએ શેર કરી બૉલ્ડ બિકીની તસવીરો, ફેન્સ પણ રહી ગયા જોતા
Mandira Bedi Hot Photo: ફિટનેસના મામલામાં લાખો લોકો બૉલીવુડ સ્ટાર્સને ફોલો કરે છે, હીરો હોય કે હીરોઇને મોટા ભાગના ફિલ્મ સ્ટાર પોતાની ફિટનેસને લઇને ખુબ સતર્ક રહે છે. વળી, જ્યારે વાત ફિટનેસ અને સ્ટાઇલની આવે છે તો આપણે મંદિરા બેદીને કઇ રીતે ભૂલી શકીએ. મંદિરા બેદી હંમેશા પોતાની હૉટ અદાઓ અને અંદાજ માટે જાણીતી છે. હાલમાં તેની તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ મંદિરા બેદી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 1.9 મિલિયન ફોલોઅર્સ છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ મંદિરા બેદી 50 વર્ષની થઇ ચૂકી છે, પરંતુ તેની ફિટનેસ જોઇને ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ બની જાય છે. તે એક યુવા એક્ટ્રેસ જેવી જ દેખાઇ રહી છે.
મંદિરા બેદી તે સ્ટાર્સમાં સામેલ છે, જે દરેક વખતે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટથી લોકોને ઇમ્પ્રેસ કરી દે છે. તાજેતરમાં જ મંદિરા બેદી પોતાના ઇન્સ્ટાગ્રામ પર બિકીની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. આમાં તેની ફિટનેસને કોઇ નજરઅંદાજ નથી કરી શકતુ.
તાજેતરમાં જ રંગબેરંગી બિકીનીમાં સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે, આ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. મંદિરા બેદી દરિયા કિનારે ઉભી છે અને ત્યા તે સુહાના વાતાવરણની મજા માણી રહી છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ હાલમાં વેકેશન પર છે, એક્ટ્રેસની સાથે પોતાના બાળકો પણ છે. ત્યાંથી તેને આ તસવીરો શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, મંદિરા બેદી હાલમાં 50 વર્ષની થઇ ચૂકી છે, અને તેના બે બાળકો પણ છે. પતિના નિધન બાદ મંદિરા બેદી પોતાના બાળકોનુ એકલી જ ધ્યાન રાખી રહી છે. આ ઉંમરમાં પણ તે પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ફેન્સને આકર્ષિત કરી રહી છે.