Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Mother's Day: અમૃતા રાવ બોલી- બાળકો માટે જરૂરી છે બ્રેસ્ટફીડિંગ, આનાથી સારુ નથી કોઇ બેસ્ટ ન્યૂટ્રીશન
મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુદને સ્થાપિત કરવાનુ દરેક એક્ટ્રેસનુ સપનુ હોય છે. અમૃતા રાવ પણ આવી જ એક એક્ટ્રેસ છે, જેને નાની ઉંમરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે. તાજેતરમાં જ અમૃતા રાવ માં બની છે, અને તેને બ્રેસ્ટફીડિંગને લઇને પોતાનો મત આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં અમૃતા રાવે કહ્યું- મને એ જાણીને હેરાની થશે કે બ્રેસ્ટફીડિંગ હજુ પણ શરમ વાળી વાત કેમ છે. ભારતમાં બધા અલગ અલગ ભારત છે.
અમૃતા રાવે કહ્યું- સૌભાગ્યથી, હું એવા પરિવારમાંથી આવુ છું, જ્યાં આ બધુ નોર્મલ છે. મને લાગે છે કે બ્રેસ્ટફીડિંગ એક સામાન્ય વસ્તુ છે. એટલે સુધી કે, મારા સાસરીયાવાળા, ખાસ કરીને મારી સાસુ આને લઇને ખુલ્લી વિચારસરણી રાખે છે.
અમૃતા રાવે આગળ કહ્યું- મને તો સાસરીયામાં ક્યારેય બાળકોને ફીડ કરાવવા માટે બીજા રૂમમાં જવાનુ પણ નથી કહેવામા આવ્યુ, આ પ્રસંશનીય છે, જો મારે કોઇ બીજુ જરૂરી કામ હોય તો જ મારે ઉઠીને બીજા રૂમમાં જવાનુ થાય છે.
અમૃતાએ નવી માં બનેલી મહિલાઓને ટિપ્સ આપી છે કે, દરરોજ યોગા કરો. જો તમે કામમાંથી સમય કાઢી શકો છો તો તમે તમારા બાળકને ટૉપ ફીડ આપવાના બદલે બ્રેસ્ટફીડ કરાવો, કેમકે માંનુ દૂધ બાળકો માટે ન્યૂટ્રીશનથી ભરેલુ હોય છે.
અમૃતાએ જણાવ્યુ કે- જ્યારથી હું બાળકને ફીડિંગ કરાવી રહી છું, મોટાભાગની રાત્રે જાગી જોઉં છું કેમકે દર 2-3 કલાકે મારે ફીડ કરાવવાનુ હોય છે. પછી અનમોલ થોડી કરે છે. દરેક દિવસ નવો દિવસ છે, એટલા હું મારુ શિડ્યૂલ મેચ કરવાનો પ્રયાસ કરુ છું.
અમૃતાએ પોતાના પતિની પ્રસંશા કરતા કહ્યું કે - કેટલીય વાર રાત્રે અનમોલ પણ વીરને સાચવે છે, તે વીરને બ્રેકફાસ્ટ આપે છે, અને નહાવડાવે છે. આ ખરેખર અલગ અનુભવ હોય છે.