સાઉદી અરેબિયામા પતિ સાથે વેકેશન માણી રહી છે નયનતારા, રોમાન્સ કરતી જોવા મળી એક્ટ્રેસ

સાઉથ એક્ટ્રેસ નયનતારા હાલમાં જ તેના અંગત જીવનને કારણે ચર્ચામાં હતી. હવે અભિનેત્રીએ તેના પતિ વિગ્નેશ શિવન સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
સાઉથ એક્ટ્રેસ નયનતારા હાલમાં જ તેના અંગત જીવનને કારણે ચર્ચામાં હતી. હવે અભિનેત્રીએ તેના પતિ વિગ્નેશ શિવન સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. નયનતારા તેના પતિ સાથે સાઉદી અરેબિયામાં રજાઓ માણી રહી છે
2/7
આ દિવસોમાં નયનતારા તેના પતિ અને બાળકો સાથે સાઉદી અરેબિયામાં રજાઓ માણી રહી છે. આ દરમિયાન હવે અભિનેત્રીએ પોતાના સુંદર વેકેશનની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.
3/7
આ તસવીરોમાં નયનતારા તેના પતિ વિગ્નેશ શિવન સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. એક તસવીરમાં વિગ્નેશ તેની પત્નીને ગાલ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે.
4/7
અન્ય એક ફોટોમાં વિગ્નેશ નયનતારાના કપાળ પર કિસ કરતો જોવા મળ્યો હતો. આ તસવીરોમાં બંને એકબીજા પર પ્રેમ વરસાવી રહ્યાં છે.
5/7
કપલની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી. બંનેને એકસાથે જોઈને ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.
6/7
એવી ચર્ચા હતી કે નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવનના લગ્ન જીવનમાં કંઈ સારું નથી ચાલી રહ્યું.
7/7
તેમના છૂટાછેડાની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર આવવા લાગી હતી. પરંતુ હવે નયનતારાએ આ બધી અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.
Sponsored Links by Taboola