Highest Paid South Actress: નયનતારાથી લઇને સમંથા પ્રભુ, સાઉથ ઇન્ડસ્ટ્રીઝની આ એક્ટ્રેસ એક ફિલ્મ માટે લે છે મોટી ફી
સાઉથ એક્ટરની સાથે સાઉથ એક્ટ્રેસની પણ ખૂબ ચર્ચા થાય છે. નયનતારા, સમાંથા પ્રભુ અને રશ્મિકા મંદાના એક ફિલ્મ માટે કેટલી ફી લે છે. આવો જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમંથા રૂથ પ્રભુએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. પુષ્પા ફેમ અભિનેત્રી સમંથા એક ફિલ્મ માટે 3 થી 5 કરોડ રૂપિયા લે છે.
પૂજા હેગડે બોલિવૂડની સાથે સાઉથ સિનેમાની પણ જાણીતી એક્ટ્રેસ છે. પૂજા હેગડે એક ફિલ્મના બદલામાં 3-4 કરોડ રૂપિયા લે છે. જો કે હવે તેણે તેની ફી પણ 5 કરોડની આસપાસ કરી લીધી છે.
દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા કમલ હાસનની પુત્રી એક્ટ્રેસ શ્રુતિ એક ફિલ્મ માટે 2 કરોડ લે છે.
બાહુબલી અને બાહુબલી 2 થી ચાહકોના દિલમાં સ્થાન મેળવનાર અનુષ્કા શેટ્ટી એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
કીર્તિ સુરેશને દક્ષિણ સિનેમા ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને સૌમ્ય અભિનેત્રી માનવામાં આવે છે. કીર્તિ પ્રતિ ફિલ્મ 2 કરોડ રૂપિયા લે છે.
સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. મંદાના જલ્દી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. રશ્મિકા એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા વસૂલે છે.
કાજલ અગ્રવાલ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. એક રિપોર્ટ અનુસાર, પૂજા અગ્રવાલ એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે.
એક્ટ્રેસ નયનતારાએ તાજેતરમા જ ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, નયનતારા એક ફિલ્મ સાઈન કરવા માટે 10 કરોડની તગડી ફી લે છે.
તમન્ના ભાટિયા સાઉથ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તમન્નાની એક ફિલ્મની ફી લગભગ 3 કરોડ છે.