બોલિવૂડની આ 7 અભિનેત્રીઓ લગ્ન પહેલા જ હતી પ્રેગ્નન્ટ, બેના થઇ ચૂક્યાં છે છૂટાછેડા
બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન પછી ફેમિલી પ્લાનિંગ ટાળ્યું છે. તો કેટલાક કપલે લગ્નના લાંબા સમય પછી માતા બનવાનું નક્કી કર્યું છે. આ સાથે કેટલીક અભિનેત્રીઓ એવી છે જે લગ્ન પહેલા પ્રેગ્નન્ટ હતી. આવી અભિનેત્રીઓ પર એક નજર કરીએ:
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિયા મિર્ઝાએ વર્ષ 2021માં વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. આ તેમના બીજા લગ્ન હતા. દિયા લગ્ન પહેલા ગર્ભવતી હતી. કારણ કે તેણે લગ્નના 4 મહિના પછી જ એક બાળકને જન્મ આપ્યો હતો.
નીના ગુપ્તા વિવિયન રિચર્ડ્સ સાથે રિલેશનશિપમાં હતી અને ગર્ભવતી બની હતી. તેણે એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો પરંતુ લગ્ન કર્યા ન હતા.
ડીજે વાલે બાબુ મેરા ગાના બાજા દે ફેમ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા છે. નતાશા લગ્ન પહેલા જ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા.
અભિનેત્રી કલ્કી કોચલીન પણ લગ્ન પહેલા ગર્ભવતી હતી. તેણે તેના બોયફ્રેન્ડના બાળકને પણ જન્મ આપ્યો છે. જો કે કલ્કીએ હજુ સુધી તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી.
સારિકાએ કમલ હાસન સાથે લગ્ન કર્યા હતા. હવે બંને અલગ થઈ ગયા છે. સારિકા લગ્ન પહેલા જ ગર્ભવતી હતી.
કોંકણા સેને જ્યારે રણવીર શૌરી સાથે લગ્ન કર્યા ત્યારે તે લગભગ ત્રણ મહિનાની ગર્ભવતી હતી. હવે બંનેના છૂટાછેડા થઈ ગયા છે.
નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કર્યા છે.લગ્ન પહેલા નેહાએ પોતે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું.