ફરી એકવાર સોનુ સૂદની ઉદારતા જોવા મળી, ચાર હાથ અને ચાર પગવાળી આ છોકરીનું કરાવ્યું ઓપરેશન
સોનુ સૂદ ભલે પડદાનો વિલન હોય, પરંતુ તે વાસ્તવિક જીવનમાં કોઈ હીરોથી ઓછો નથી. તે લોકોની મદદ કરવા હંમેશા તૈયાર રહે છે, અને પોતાની ઉદારતાનું ઉદાહરણ બેસાડતા રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે જ તેણે ફરી એકવાર દિલ જીતી લે તેવું કામ કર્યું. ચાલો તમને જણાવીએ કે તેઓએ શું કર્યું છે.
તમને જણાવી દઈએ કે, આ વખતે તેણે બિહારની ચૌમુખી નામની છોકરીની મદદ કરી છે. ખરેખર ચૌમુખી ચાર હાથ અને ચાર પગવાળી છોકરી હતી. જેનું સોનુ સૂદે સફળ ઓપરેશન કરાવ્યું છે. અને હવે એ છોકરી પણ સામાન્ય માણસની જેમ સામાન્ય બની ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, સોનુ સૂદે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તે છોકરીના ફોટા શેર કરીને આ સમાચારની માહિતી આપી છે. ફોટો શેર કરતા તેણે લખ્યું- 'મારી અને ચૌમુખી કુમારીની સફર સફળ રહી. ચૌમુખીનો જન્મ બિહારના એક નાના ગામમાં ચાર પગ અને ચાર હાથ સાથે થયો હતો. હવે તે સફળ સર્જરી બાદ પોતાના ઘરે પરત જવા માટે તૈયાર છે.