Oscar 2024: ઓસ્કર વિજેતા આ ફિલ્મોને તમે OTT પર કરી શકશો એન્જોય
Oscars 2024: આજે અમે તમને દુનિયાની કેટલીક એવી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ઓસ્કરમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. તમે OTT પર આ ઓસ્કર વિજેતા ફિલ્મોનો આનંદ માણી શકો છો.OTT પર કેટલીક ઓસ્કર વિજેતા ફિલ્મો ઉપલબ્ધ છે, જે તમારે જોવી જ જોઈએ. તેમની વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ ડ્યુને ઓસ્કર 2022માં છ કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. આ એક અમેરિકન સાયન્સ ફિક્શન ફિલ્મ છે, જેનું નિર્દેશન ડેવિડ લિંચ દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ સ્કોર, બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, બેસ્ટ પ્રોડક્શન અને બેસ્ટ સાઉન્ડ કેટેગરીમાં ઓસ્કર મળ્યો હતો. તમે Amazon Prime પર આ શાનદાર ફિલ્મ જોઈ શકો છો.
‘ધ પાવર ઓફ ધ ડોગ’ પણ ઓસ્કાર વિજેતા ફિલ્મ છે. વર્ષ 2022માં જેન કેમ્પિયનને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો.
આ એક સાયકોલોજીકલ ડ્રામા છે, જેને તમે Netflix પર માણી શકો છો.
'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ' એ ઓસ્કર 2023માં સૌથી વધુ એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મને 7 એવોર્ડ મળ્યા હતા. તમે તેને સોની લિવ પર જોઈ શકો છો.
વર્ષ 2021માં રિલીઝ થયેલી 'કોડા'એ પોતાની સ્ટોરીથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં એક એવા પરિવારની વાર્તા દર્શાવવામાં આવી છે જેમાં કોઈ સાંભળી શકતું નથી.
આ ફિલ્મને ઓસ્કર 2022માં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ ફિલ્મને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો હતો. તમે તેને એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકો છો.
જેમ્સ બોન્ડની ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ' એમેઝોન પ્રાઇમ વિડિયો પર પણ ઉપલબ્ધ થશે. આ ફિલ્મને બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને બેસ્ટ સાઉન્ડ કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા.