OTT Weekend: ઓટીટી પર આ અઠવાડિયે એન્ટરટેન્ટનો બમ્પર ડૉઝ, થ્રિલરથી વૉર ડ્રામા સુધી, આવી રહી છે આ ફિલ્મો.......

ફાઇલ તસવીર

1/8
OTT This Weekend: આજકાલ કોઇપણ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થયાના થોડાક જ અઠવાડિયા બાદ જ ઓટીટી પર પણ એન્ટ્રી કરી દે છે. આવામાં ફિલ્મો જોવા માટે દર્શકોને વધુ ઇન્તજાર નથી કરવો પડતો. હવે જુલાઇનુ બીજુ વીક શરૂ થઇ ગયુ છે, એટલે હવે હૉરરથી લઇને થ્રિલર એક્શનથી ભરપુર કેટલીય ફિલ્મો અને સીરીઝો તમને ઓટીટી પર જોવા મળશે.
2/8
એક્ટર જિતેન્દ્ર કુમાર પંચાયત અને કોટા ફેક્ટરી જેવી વેબ સીરીઝ માટે જાણીતા છે. હવે તે પોતાની ફિલ્મ 'જાદુગર' (Jaadugar) થી દર્શકોનુ મનોરંજન કરવા આવી રહ્યાં છે, જે 15 જુલાઇથી નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
3/8
જો તમે એક્શન અને થ્રિલરના શોખીન છો, તો 15 જુલાઇએ ડિઝ્ની + હૉટસ્ટાર પર આવી રહેલી વેબ સીરીઝ શૂરવીર (Shoorveer) ને જોઇ શકો છો. આ સીરીઝની કહાની ઇન્ડિયાના સ્પેશ્યલ ટાસ્ક પર આધારિત છે.
4/8
પ્રાઇમ વીડિયો પર 15 જુલાઇએ કૉમેડી કૉર્મિક્સ્તાન (Comicstaan) નુ ત્રીજી સિઝન આવી રહી છે.
5/8
આગામી 17 જુલાઇએ ઓટીટી પર સાઉથ સિનેમાની સુપરહિટ એક્ટ્રેસ કીર્તિ સુરેશ અને ટૉવિનોની કોર્ટ રૂમ ડ્રામા વાશી (Vaashi) રિલીઝ થશે.
6/8
વેબ સીરીઝ 'ઘર સેટ હૈ' (Ghar Set Hai) નો પહેલો એપિસૉડ 15 જુલાઇએ યુટ્યૂબ ચેનલ હૉમ ટાઇમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. આની કહાની લગ્ન દરમિયાન થનારી ઘટનાઓ પર આધારિત છે.
7/8
વૉર અને એક્શન ડ્રામા જો તમને પસંદ છે, તો ફિલ્મ 'ધ એમ્બુશ' (The Ambush) તમારા માટે છે, જે 15 જુલાઇએ 'લાયંસગેટ પ્લે' પર રિલીઝ થશે.
8/8
નુસરત ભરુચાની ફિલ્મ 'જનહિત જારી' (Janhit Mein Jaari) સિનેમાઘરોમાં આવી ચૂકી છે. હવે જી5 પર આ આગામી 15 જુલાઇએ સ્ટ્રીમ કરી દેવાશે.
Sponsored Links by Taboola