આ પૂર્વ પોર્નસ્ટારના ટિક ટોક એકાઉન્ટ પર કયા જાણીતા દેશે મૂક્યો પ્રતિબંધ ?
પાકિસ્તાને પોર્ન સ્ટાર મિયા ખલીફાના ટિક ટોક એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાને કોઈ પણ સત્તાવાર જાહેરાત વગર મિયા ખલીફાનું એકાઉન્ટ બંધ કરી દીધું છે. આ પાછળનું કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનમાં મિયા ખલીફાના ચાહકોને જ્યારે તેનું કન્ટેન્ટ ન મળ્યું ત્યારે તેમણે ટ્વીટર પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. મિયા ખલીફાને પાકિસ્તાની ચાહકોની ટ્વીટર પોસ્ટ્સ દ્વારા પોતાનું એકાઉન્ટ બેન કરવામાં આવ્યું હોવાની જાણ થઈ ત્યારે તે ચોંકી ઉઠી હતી.
જે બાદ તેણે ટ્વીટ કરીને લખ્યું, હું મારી બધી ટિકટોક ટ્વિટર પર રિ પોસ્ટ કરીશ. આ તેના ફાસીવાદનો ખાત્મો કરવા માંગતા હોય તેવા પાકિસ્તાની ચાહકો માટે કરવામાં આવશે.
પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે મિયા ખલીફાને સમર્થન આપ્યું હતું અને PTAની કાર્યવાહીની ટીકા કરી હતી. સાથે જ PTAનું સાચું કામ જે હોય તેના પર ફોકસ કરવાની સલાહ પણ આપી હતી.
મિયા ખલીફા સામાજીક અને માનવાધિકાર સંબંધી મુદ્દે પણ ખૂબ અવાજ ઉઠાવી રહી છે. તેણે પેલેસ્ટાઈનીઓ પર ઈઝરાયલના હુમલાની વિરૂદ્ધ પણ અવાજ ઉઠાવ્યો છે. આ મામલે તેણે સંયુક્ત રાષ્ટ્ર પર પણ હાથ ધરીને બેસી રહેવાનો આરોપ લગાવ્યો છે.
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ