Arvind Rathod Death: ફોટો જર્નાલિસ્ટમાંથી એક્ટિંગના બાદશાહ બન્યા હતા આ ગુજરાતી એકટર, બચ્ચન સાથે પણ કર્યુ છે કામ

ફાઈલ તસવીર

1/5
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. ગુજરાતી ફિલ્મોનો સુરજ મધ્યાહન તપતો હતો ત્યારે તેમણે ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, ગંગા સતી, મા ખોડલ તારો ખમકારો જેવી ફિલ્મોમાં લાજવાબ અભિનય કર્યો હતો.
2/5
ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા દિગ્ગજ કલાકારના નિધનથી ગુજરાતી ફિલ્મજગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.1967-68માં વિનોદ જાનીના નાટક ‘પ્રીત પિયુ ને પાનેતર’ ના કારણે તેઓને મુંબઈ આવવાનું થયું હતું. તેઓ ફોટો જર્નાલિસ્ટ તરીકતે મુંબઈમાં કામ કરતાં હતા ત્યારે રાજકપૂરે તેઓને જોયા અને ‘મેરા નામ જોકર’ માં એક નાનકડી ભૂમિકા આપી અને ત્યારથી ફિલ્મના પડદા સાથે તેઓ જોડાઇ ગયાં.
3/5
1967થી જ ગુજરાતી ફિલ્મો મળવા લાગી. પ્રથમ વર્ષે જ ‘ગુજરાતણ’, ત્યાર બાદ 1969માં ‘કંકુ’, ‘સંસારલીલા’ અને ‘જનનીની જોડ’, 1973માં ‘જન્મટીપ’ પછી 1976માં તેમની 6 ફિલ્મો આવી. એ પૈકીની ‘ભાદર તારાં વહેતાં પાણી’માં ભજવેલી ‘જેઠા’ની ભૂમિકાએ તો તેઓને ખલનાયક તરીકે એવાં ઉપસાવી દીધાં કે ત્યાર પછી સટાસટ એક બાદ એક 46 ફિલ્મો સુધી તેઓને ખલનાયકની જ ભૂમિકા મળતી રહી.
4/5
ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ ‘મેરા નામ જોકર’, ‘કોરા કાગઝ’, ‘અગ્નિપથ’ અને ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ રોલ કર્યો છે. મુંબઈનાં ગુજરાતી નાટકોમાં પણ તેઓએ ભૂમિકા ભજવી છે.
5/5
ગુજરાતી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકાને અલગ ઇમેજ આપનાર અરવિંદ રાઠોડે અંદાજે 120 થી પણ વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. (તમામ તસવીર સૌૈજન્યઃ ગૂગલ)
Sponsored Links by Taboola