બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફની હમશકલે ઇન્ટરનેટ પર મચાવી સનસની, બન્નેને ઓળખવી લોકો માટે થયુ અઘરુ, જુઓ તસવીરો......
મુંબઇઃ કહેવાય છે ને કે દુનિયામાં એક જ શકલના સાત લોકો હોય છે. જોકે આ કેટલુ સાચુ છે તે કહેવુ મુશ્કેલ છે, પરંતુ આજે અમે તમને બતાવી રહ્યાં છીએ તેને જોઇને તમે પણ ચોંકી જશો. બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફની સુંદરતાની દુનિયા દિવાની છે. તેની દરેક સ્ટાઇલને ફેન્સ કૉપી કરે છે. પરંતુ આજકાલ ઇન્ટરનેટ પર એક એવી છોકરીની તસવીરો વાયરલ થઇ રહી છે જે હૂબહૂ કેટરીના કૈફના જેવી જ દેખાઇ રહી છે. આ તસવીરો ધૂમ મચાવી રહી છે. આ છોકરીનુ નામ અલીના રાય છે, અલીના બિલકુલ કેટરીના કૈફની જેવી જ લાગ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલીના હંમેશા કેટરીના કૈફની સ્ટાઇલની કૉપી કરે છે. તેને જોઇને કોઇપણ ચોંકી જશે. તેના કેટલાય ફોલોઅર્સ તો તેને કેટરીનાની કૉપી જ કહે છે.
કેટરીના કૈફની જેમ દેખાતી અલીના રાય પણ સોશ્યલ મીડિયા સ્ટાર બની ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની સારી એવી ફેન ફોલોઇંગ છે. તેને લગભગ 203k લોકો ફોલો કરે છે જ્યારે 65 લોકોને જ ફોલો કરે છે.
કેટરીના કૈફની જેમ અલીના રાયની પણ દરેક અદા કાતિલ છે, તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર જતા જ ખબર પડી જાય છે તે પણ એક્ટર છે.
અલીના મુંબઇની રહેવાસી છે. વ્હાઇટ આઉટફિટમાં કેટરીના કૈફ અને અલીનામાં અંતર કરવુ મુશ્કેલ છે.