પહેલાથી વધારે બદલાઇ ગયો છે શમા સિકન્દરનો લૂક, પ્લાસ્ટિક સર્જરી પર એક્ટ્રેસે ખુદ ખોલ્યુ આ રાજ

Shama_Sikndar

1/7
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ શમા સિકન્દર પોતાના બૉલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે. તે ફેન્સની સાથે પોતાની અનદેખી તવસીરો પણ શેર કરતી રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસનો નવો મ્યૂઝિક વીડિયો ‘હવા કરદા’ રિલીઝ થયો છે. આમા તેના જુના લૂકને લઇને ફેન્સ સવાલ પુછી રહ્યાં છે.
2/7
ખરેખરમાં, શમા સિકન્દરને અસલી ઓળખ વર્ષ 2003માં પ્રસારિત થયેલા ટીવી શૉ 'યે મેરી લાઇફ હૈ'થી મળી હતી. આમાં શમા સિકન્દર સૂટ-સલવારમાં એકદમ ટીવીની વહુના લૂકમાં દેખાઇ હતી.
3/7
ત્યારબાદ તે લાંબા સમય સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર રહી અને અચાનક જ્યારે તે સામે આવી તો તેનો લૂક એકદમ બદલાઇ ગયો હતો. આવામા લોકોએ કયાસ લગાવવાનો શરૂ કરી દીધો કે તેને પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.
4/7
હવે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા તેને આ તમામ કયાસોને માત્ર અફવા ગણાવી દીધી છે. શમા સિકન્દરે કહ્યું- મારા ચહેરા પર બદલાવ, ખાવા-પીવામાં બદલાવ, મેડિટેશનથી આવ્યો છે, ના પ્લાસ્ટિક સર્જરીથી.
5/7
શમા સિકન્દર આગળ કહ્યું- મે પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી, મને ખબર નથી કે લોકો એવુ કેમ કહે છે, કે મે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. આ બસ કૉસ્મેટિક પ્રક્રિયા છે. લોકોએ મને ત્યારે જોઇ જ્યારે હુ મોટી થઇ રહી હતી, એટલા માટે શારીરિક રીતે કેટલાક ફેરફારો થાય છે.
6/7
શમા સિકન્દરની તસવીરોનુ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગમાં રહેવુ નવી વાત નથી. તેની કેટલીય તસવીરો ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે. આ ક્રમમાં કેટલાય લોકો તેને ટ્રૉલ પણ કરે છે, અને હવે શમાએ આનો વિરોધ પણ કર્યો છે.
7/7
શમાએ કહ્યું- લોકોએ મને વર્ષ સુધી નથી જોઇ, જ્યારે હું ડિપ્રેશનના કારણે ઇન્ડસ્ટ્રીથી દુર રહી. મે બૉટૉક્સ ટ્રીટમેન્ટ લીધી છે, પરંતુ આને સર્જરી નથી કહી શકતા. મત આપવા અલગ વાત છે, પરંતુ ટ્રૉલ કરવી પણ મારી સમજથી પરે છે.
Sponsored Links by Taboola