બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફિટ રહેવા માટે ચલાવી 23 કિલોમીટર સુધી સાયકલ, સાથે પતિ અને મિત્રો પણ દેખાયા, જુઓ તસવીરો......
મુંબઇઃ લૉકડાઉન બાદ સેલેબ્સ પોતાની ફિટનેસને લઇને ખુબ એક્ટિવ થઇ ગયા છે. જ્યાં કેટલાક સેલેબ્સે જીમ જવાનુ શરૂ કરી દીધુ છે, તો વળી કેટલાક યોગાનો સહારો લઇ રહ્યાં છે. વળી કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે આજકાલ સાયકલિંગ કરીને ફિટ રહેવાની કોશિશમાં લાગ્યા છે. જુઓ તસવીરો.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવા સ્ટાર્સમાં સની લિયોનીનુ નામ સૌથી ઉપર છે, જે છેલ્લા કેટલાક દિવસોથી સતત સાયકલ ચલાવી રહી છે.
ગઇ રાત્રે બ્રાન્દ્રામાં સની લિયોની પતિની અને કેટલાક મિત્રોની સાથે સાયકલ ચલાવતા કેમેરામાં કેદ થઇ હતી.
તેના પતિએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, અને લખ્યું કે બન્નેએ લગભગ બે કલાક સુધી સાયકલ ચલાવી અને 23 કિલોમીટર કવર કર્યુ. આ જાણીને ફેન્સ પણ ચોંકી ગયા......
આ પહેલા પણ સની લિયોની કેટલાય દિવસોથી 15 કિલોમીટરથી વધુ સાયકલ ચલાવી રહી છે.
સની લિયોની અને તેના પતિની સાથે તેની ટીમના કેટલાક લોકો અને મિત્રો પણ હાજર રહ્યાં હતાં.
આ બન્ને સ્ટાર્સ માસ્ક લગાવીને ઘરેથી નીકળ્યા હતા.
આ તસવીરો એવી છે જે લોકોને મૉટિવેટ પણ કરી રહી છે. (Photos: Manav Mangalani)